Top
Connect Gujarat

રાજ્યનાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં તબીબો ત્રણ દિવસની સામુહિક હડતાલ ઉતરશે

રાજ્યનાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં તબીબો ત્રણ દિવસની સામુહિક હડતાલ ઉતરશે
X

રાજ્ય સરકારની હોસ્પિટલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા તબીબો તારીખ 11 થી 13 દરમિયાન ત્રણ દિવસની સામુહિક હડતાળ પર ઉતરશે. સામૂહિક આરોગ્ય કેન્દ્ર, તાલુકા અને જિલ્લા હોસ્પિટલમાં ફરજ બજાવતા તમામ તબીબો દ્વારા વિવિધ મંગણીઓને લઈને હડતાલનું શસ્ત્ર ઉગામશે.

સરકારી આરોગ્ય કેન્દ્રનાં તબીબોની માંગણી છે કે તબીબોને નિમણુંક સમયે કેન્દ્રના ધોરણે પગાર (એન્ટ્રી પે) આપવો, કેન્દ્રના ધોરણે એલાઉંસ આપવા, સમયસર સેવા સળંગ અને બઢતીનાં આદેશ કરવા, સમયસર ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા, તબીબોને 11 માસના કરાર પર નિમણુંક આપવી પ્રથા બંધ કરવી, 11 માસના કરાર આધારિત તબીબોને પણ અન્ય કાયમી તબીબોની જેમ એકસરખો પગાર આપવો, તબીબોને ઇન સર્વિસ પીજી અભ્યાસક્રમમાં પણ ચાલુ પગારે પ્રવેશ આપવા યોગ્ય સંતોષકારક નીતિ બનાવવી સહિતનાં વિવિધ પ્રશ્નો અંગે તબીબો ત્રણ દિવસની સામુહિક હડતાલ પર ઉતારશે.

આ અંગે આમોદ સામુહિક કેન્દ્રનાં ડો.પરેશ શર્માએ જણાવ્યુ હતુ કે આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા તબીબોની વિવિધ માંગણીઓ ને લઈને વર્ષ 2016માં ડોકટરો હડતાલ પર ઉતર્યા હતા, પરંતુ સરકાર દ્વારા આ બાબતને વિચારણા હેઠળ લીધા બાદ પણ કઈ નિરાકરણ ન આવતા હવે સોમવાર, મંગળવાર અને બુધવાર એમ ત્રણ દિવસ આરોગ્ય કેન્દ્રના તબીબો હડતાલ પર ઉતરશે.

Next Story
Share it