રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી કેવડિયા શૂળપાણેશ્વર મંદિરે શિવજીની પૂજા

New Update
રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી કેવડિયા શૂળપાણેશ્વર મંદિરે શિવજીની પૂજા

રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા છેલ્લા 21 વર્ષ થી કેવડિયા શૂળપાણેશ્વર મંદિરે પૂજા કરવા આવે છે. શ્રાવણ મહિના ની શરૂઆત ના આમસે અને પૂરો થાય એ અમાસે શિવજી ની પૂજા અર્ચના કરવા છે.પરંતુ આ વર્ષે ભગવાન ભોળાનાથે એમની પરીક્ષા કરી ગુજરાત માં ભારે વરસાદ રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા જાતે અટવાયા એવા અટવાયા કે જેમને ગાંધીનગર થી કેવડિયા આવતા દશ કલાક થયા ભારે વરસાદ માં તેઓ આખી રાત ગાડીમાં રહ્યા પણ હિંમત ન હારી અને પૂજા કરવા આવ્યા.

ગાંધીનગર થી ગઈકાલે સાંજે ૬ વાગે નીકળી સવારે ૪ વાગે કેવડિયા પહોંચ્યા હતા.કેવડિયા પૂજા કર્યા બાદ મીડિયા સામે કુદરત ના આ કહેર સામે લાચારી વ્યક્ત કરી. કહ્યું કે વરસાદ નું પાણી જો અમેરિકાના વાઇટ હાઉસમાં ઘૂસતું હોઈ તો આપણે શું કરી શકીએ એમ કહી. આ વિઘ્ન કોઈ પણ નુકસાન વગર ટળે એવી પ્રાર્થના કરી.આ સાથે રાજ્યમાં હાલ વરસાદ થી જે તારાજી સર્જાઈ રહી છે જે માટે તમામ મંત્રી, કલેકટર, ડીડીઓ, સહિત તમામ ને એલર્ટ રાખી જરૂરી સૂચના આપી એક્શન પ્લાન ઘડ્યો છે.જેમ બને તેમ ઓછું નુકસાન થાય અને તાત્કાલિક રાહત કામગીરી પહોંચે એવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.