/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/600265-swine-flu-thinkstock.jpg)
રાજયભરમાં વરસાદી મોસમ સાથે રોગચાળાએ પણ માથુ ઉંચક્યુ છે, જેમાં સ્વાઈન ફલૂનાં હાહાકાર થી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જાણવા મળ્યા મુજબ જીવલેણ રોગમાં વધારાની સાથે મૃત્યુ આંક પણ 190ને પાર થયો હોવાનું જાણવા મળ્યુ છે.
સમગ્ર રાજ્યમાં સ્વાઈન ફ્લૂએ માઝા મૂકી છે ,સ્વાઇન ફ્લૂથી સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 61 લોકોનાં મોત થયા હોવાનું જાણવા મળ્યુ છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના કારણે 190 થી વધુ લોકોનાં મોત થયા છે. સ્વાઇન ફ્લૂના કારણે લોકોમાં દહેશતનો માહોલ ફેલાયો છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ રવિવારે સમગ્ર રાજ્યમાં સ્વાઈન ફલૂના કારણે કુલ 15 વ્યક્તિનાં મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં - 4, રાજકોટમાં - 4 , ગાંધીનગરમાં - 1, વડોદરામાં - 1, આણંદ - 1, અને નર્મદા જિલ્લામાં 1 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. રવિવારે રાજ્યમાં કુલ 111 નવા કેસ સ્વાઈન ફ્લૂના પોઝિટિવ નોંધાયા હોવાનું પણ જાણવા મળ્યુ છે.