/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/69081b62-f865-44b7-8c22-f8273c8b5842.jpg)
ગુજરાતમાં NCPનું સંગઠન મજબુત થાય તે અગાઉ પ્રફુલ પટેલે NCPના ઉભા ફાડીયા કરી નાખ્યા હોવાની ચર્ચાઓ શરુ થઇ છે. અને NCPની કોર કમિટીનાં સભ્યોએ પક્ષને છોડયા બાદ કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાય ગયા હતા.
તારીખ 3જી સપ્ટેમ્બર રવિવારનાં રોજ બપોરે 3 થી 5 વાગ્યે અમદાવાદની આશ્રમ રોડ પરની કોંગ્રેસ કચેરીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કોંગ્રેસનાં કેન્દ્રીય નેતા અને પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતનાં કોંગી આગેવાનોની હાજરીમાં NCPને બાય બાય કહ્યા બાદ તમામ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાય ગયા હતા.
જાણવા મળ્યા મુજબ રાજ્યસભામાં ભાજપને આપેલા મત બાદ NCPમાં મોટા પાયે વિખવાદ સર્જી દીધા હતા. પક્ષે સત્તાવાર વ્હીપ આપ્યો છતાં પક્ષના બન્ને ધારાસભ્યોએ અમિત શાહ અને નરેન્દ્ર મોદીનાં કહેવાથી અહેમદ પટેલને મત આપવાના બદલે ભાજપના ઉમેદવારને મત આપ્યો હતો. તેથી NCPમાં ઘણા લાંબા સમયથી વિખવાદ ઉભા થયા હતા. અને પક્ષ છોડીને સેંકડો કાર્યકરો જતાં રહ્યાં હતા. હવે તેઓ કોંગ્રેસમાં જોડાયા હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 10 જિલ્લા પ્રમુખો પાંચ કોર કમિટિના સભ્યો અને 10 થી 15 હજાર લોકોને કોંગ્રેસમાં જોડાવા હવે દરેક જિલ્લા કક્ષાએ સંમેલનો શરૂ થશે.
NCPના તમામ રાજકીય નિર્ણય કરતી કોર કમીટીનાં પોણાભાગના સભ્યો કોંગ્રેસમાં જોડાઈ જતા વિધાનસભામાં રાજકીય સમીકરણો બદલાય શકે તેવી ધારણાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.