New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/aavedn.jpg)
હારીજના રાવિન્દ્રા ગામમાં ફરજ પરના મહિલા તલાટીને સ્થાનિક મહિલાએ લાફો મારી ફરજ ઉપર નહિ આવવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે.
જોકે આ બાબતે ન્યાય માટે તલાટી કમ મંત્રી મંડળ દ્વારા ટી.ડી.ઓ.મામલતદાર તેમજ પોલીસ સ્ટેશન આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી મહિલા તલાટીને મારવા સાથે ફરજ પર હાજર ના થવા પણ ધમકીઓ અપાઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.રાવિન્દ્રા ગામે તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા શીતલબેન રાજેશકુમાર રાવલ જેઓ સોમવારના રોજ ૧૦..૩૦.વાગે ગ્રામ પંચાયત કચેરી લરવીન્દ્રા ખાતે ફરજ પર હતા તે દરમિયાન ગામની મહિલા મનીષાબેન શ્રવણજી ઠાકોર ગ્રામ પંચાયત કચેરી ખાતે જઈ તેમના પુત્રના જન્મ તારીખના દાખલામાં ફેરફાર કરવા માટે કહેતા તલાટી મહિલાએ કોર્ટના હુકમ વગર જન્મ તારીખના દાખલામાં ફેરફાર થઈ શકે નહીં એવું સમજાવતા ઉશ્કેરાઈ ગયેલ મહીલા મનીષાબેને તલાટીને લાફો ઝીંકી ગળામાં પહેરેલ દુપટ્ટાથી ગળુ દબાવવાની કોશિશ કરી ઝપાઝપી કરી તને જોઈ લઈશ જેવી ધમકીઓ આપી હતી આ ઘટનાને લઈ તલાટી શીતલબેને હારીજ પોલીસ સ્ટેશન ખાતે જઈ ઠાકોર મનીષા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જોકે હાલમાં હારીજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.