રિયાલિટી શો બિગ બોસ સીઝન 11માં શિલ્પા શિંદે બની વિજેતા

New Update
રિયાલિટી શો બિગ બોસ સીઝન 11માં શિલ્પા શિંદે બની વિજેતા

રિયાલિટી શો ‘બિગ બોસ’ સીઝન 11માં 105 દિવસનાં ધમાકેદાર સફર બાદ શિલ્પા શિંદે વિજેતા બનવામાં સફળ રહી છે. શિલ્પા શિંદેએ સીઝન 11નો તાજ હિના ખાનને હરાવીને મેળવ્યો છે. શિલ્પા શિંદે, હિના ખાન ઉપરાંત વિકાસ ગુપ્તા અને પુનીશ શર્મા પણ ટોપ-4માં સ્થાન મેળવવામાં સફળ રહ્યા હતા.

shilpa shinde

પુનીશ અને વિકાસ ફિનાલે પહેલા જ ‘બિગ બોસ’ની ઓફર મની લઇને એક્ઝિટ કરી ગયા હતા. આ પછી તેનો મુકાબલો ટેલિવિઝનની લોકપ્રિય વહુ એટલે કે ‘અક્ષરા’ હિના ખાન સાથે હતો. શિલ્પા શિંદેને બિગ બોસ વિનર તરીકે 44 લાખ રૂપિયાની વિનિંગ એમાઉન્ટ પણ આપવામાં આવશે.

શિલ્પાએ ‘બિગ બોસ 11’ના પહેલા અઠવાડિયામાં જ પોતાની સ્થિતિ મજબૂત કરી હતી. આ પછી તેની લોકપ્રિયતા અને ફેન ફોલોઇંગ વધવા લાગી હતી. નોંધનીય છે કે શિલ્પા ટીવી શો ‘ભાભીજી ઘર પર હૈ’માં અંગૂરી ભાભીનો લીડ રોલ કરીને લોકો વચ્ચે પહેલા જ લોકપ્રિયતા મેળવી ચૂકી છે.