New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/unnamed-1-6.jpg)
ભારતના ચલણ માંથી રૂપિયા 500 અને 1000ની ચલણી નોટો રદબાતલ થયા બાદ નવા ચાલનું રૂપ પણ બદલવામાં આવ્યુ છે,ત્યારે હવે રૂપિયા 10ની પ્લાસ્ટિકની નોટ થી નવા ચલણનું આગમ થશે.
ભારત સરકાર દ્વારા રૂ 10 ની નવી પ્લાસ્ટિક ની નોટ છાપવાની છૂટ આપવામાં આવી છે, આ નોટોનું આયુષ્ય લાંબુ હશે જેથી પલાસ્ટીક ની નોટ ખરાબ અને ફાટી ન શકે. ભારતીય રિઝર્વ બેન્ક પ્રાયોગિક ધોરણે આ નોટોને ચલણમાં મુકશે.
સૂત્ર અનુસાર કાગળની વર્તમાન નોટો કરતા પ્લાસ્ટિકની નોટો વધુ મજબૂત હશે , અને દેશમાં પાંચ જગ્યાએ તેની ટ્રાયલ કરવામાં આવશે.