/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/Jivraj-Chauhan.jpg)
ડે.મેયરની નિમણૂંકના પ્રથમ દિવસે જ ભ્રષ્ટાચારનો ઓડિયો વાયરલ થતાં ભાજપામાં ખળભળાટ
વડોદરા મહાનગર સેવા સદનના નવનિયુક્ત ડેપ્યુટી મેયર અને એમ.એસ. યુનિવર્સિટીના સિન્ડીકેટના સભ્ય ડો. જીવરાજ ચૌહાણે એમ.એસ. યુનિવર્સિટીમાં હંગામી પ્રોફેસરોને કાયમી કરવા માટે આચરવામાં ભ્રષ્ટાચારનો ઓડિયો વાયરલ થયો છે. મેયર-ડેપ્યુટી મેયરની નિમણૂંકના પ્રથમ દિવસે જ ડેપ્યુટી મેયરના ભ્રષ્ટાચારનો ઓડિયો વાયરલ થતાં ભાજપામાં ખળભળાટ મચી ગયો છે. જોકે, ડેપ્યુટી મેયરે ઓડિયો ક્લિપનું ખંડન કરતાં જણાવ્યું હતું કે, આ મને બદનામ કરવાનું કાવતરું છે. તેમાં કંઈ જ તથ્ય નથી.
સોમવારે વડોદરા મહાનગર સેવા સદનના મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયિ સમિતીના ચેરમનની નિમણૂંક માટેની સભા મળી હતી. સભામાં નવા મેયર, ડે. મેયર અને સ્થાયિ સમિતીના ચેરમેન સહિત અન્ય હોદ્દેદારોની જાહેરાત થઇ હતી. જેમાં ડેપ્યુટી મેયર પદે ડો. જીવરાજ ચૌહાણનું નામ જાહેર થતાંની સાથે જ તેમના ભ્રષ્ટાચારની ઓડિયો ક્લિપ ફરતી થઇ ગઇ હતી.
વાયરય થયેલી ઓડિયો ક્લિપમાં પ્રોફેસરો દ્વારા ડો. જીવરાજ ચૌહાણ અને ગુજરાતના શિક્ષણ મંત્રી રમણલાલ વોરાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઓડીયો ક્લિપમાં પ્રોફેસરો વાત કરતા કહે છે કે, હંગામી પ્રોફેસરોને કાયમી કરવા માટે વહેવાર આપીને દોઢ વર્ષ જેટલો સમય થઇ ગયો છે. હવે કામ પતાવી દેવામાં આવે. તમે વાત કરી લો. વહેવાર મળી ગોય છે. તેવી પણ વાત કરવામાં આવી છે.
શહેર કોંગ્રેસ પ્રવક્તા શૈલેષ અમીને વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતા મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આ ઓડિયોની તપાસ કરવાની માંગણી કરવા પત્ર લખવામાં આવ્યો છે. અને ઓડિયો ક્લિપની એફ.એસ.એલ. તપાસની પણ કરવાનો છું. જો ઓડિયો સાચો હોય તો સબંધિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવા મારી માંગણી છે.