/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/IMG-20170901-WA0100.jpg)
રાજયનાં મુખ્યમંત્રી વડોદરા શહેરનાં મહેમાન બન્યા હતા અને વિવિધ વિસ્તારોનાં શ્રીજીનાં પંડાલમાં જઇ દુંદાળા દેવની આરાધના કરી હતી. શહેરનાં મહેમાન બનેલા સીએમ વિજય રૂપાણીએ નિઝામ પૂરા સ્થિત આવેલ રિદ્ધિસિદ્ધિ ગણેશ મંડળની મુલાકાત લીધી હતી.
ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તારીખ 1 સપ્ટેમ્બરે વડોદરાનાં ગણેશ પંડાલોની મુલાકાતે આવ્યા હતા. અને નિઝામપુરા રોડ પર આવેલા રિદ્ધિસિદ્ધિ ગણેશ મંડળની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી સાથે વૈષ્ણવ સંપ્રદાયના પૂજ્ય શ્રીજી દ્વારકેશલાલજી મહારાજશ્રી પણ જોડાયા હતા. જ્યાં તેમને શ્રીજીની મૂર્તિને સફરજનનો હાર ચઢાવ્યો હતો.આ પ્રસંગે સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે ભગવાન ગણેશજી એકતાનું પ્રતીક છે, તેમને ગુજરાતમાં સુખ અને સમૃદ્ધિ મળે તે માટે પ્રાર્થના કરી હતી, જયારે વડોદરાની સયાજી હોસ્પિટલમાં બાળકને ઓક્સિજન સમયસર નહિ આપવાના મામલે જે બાળકનું મોત થયું હતું તે મામલે તપાસ કરવાની વાત પણ મીડિયા સમક્ષ કરી હતી.
આ ઉપરાંત રાજયનાં સીએમ વિજય રૂપાણી ગોરવાનાં સહયોગ વિસ્તારમાં આવેલ ભાગ્યોદય યુવક મંડળ દ્રારા સ્થાપિત કરાયેલ દુંદાળા દેવનાં દર્શને પણ પહોંચ્યા હતા અને મંડળ દ્રારા નર્મદા ડેમ અંગે જાણકારી આપતુ ડેકોરેશન નિહાળી સીએમ રૂપાણીએ યુવક મંડળની મહેનતને બિરદાવી હતી.