Connect Gujarat
ગુજરાત

વડોદરામાં ઘ્રુજારીના કારણે ૧૦૦ વર્ષ જૂનું મકાન ધારાશાયી, ૧નું મોત, પાંચ ઘાયલ

વડોદરામાં ઘ્રુજારીના કારણે ૧૦૦ વર્ષ જૂનું મકાન ધારાશાયી, ૧નું મોત, પાંચ ઘાયલ
X

વડોદરા શહેરના માંડવી - ચોખંડી રોડ પર આવેલ જર્જરીત મકાન ધરાશાયી થઇ ગયું છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું, જ્યારે પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે.

આ ઘટનામાં ૧.૫ કલાકની ભારે જહેમત બાદ તમામ લોકોને બહાર કાઢાયા હતા, આ ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

ફાયર બ્રિગેડે તમામ સભ્યોને રેસ્ક્યુ કરી બચાવ્યા હતા. આ ઘટનામાં ફાયરબ્રિગેડે ૯ માસની એક બાળકીને પણ ભારે જહેમત બાદ બચાવી હતી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સ્થાનિકોના કહેવા પ્રમાણે રાતે દોઢ વાગ્યાની આસપાસ ડીજે વાગતા આ ઘરમાં ઘ્રુજારી થઇ હતી. ત્યાર બાદ આ ઘર ધરાશયી થયું હતું. નોંધનીય છે કે આ મકાન ૧૦૦ વર્ષ જૂનું મકાન હતું. મકાનમાં ૬ સભ્યો રહેતાં હતાં. જેમાં ૯ મહિનાની બાળકી હતી.જેને બચાવી લેવામાં આવી છે.

બાકીના સભ્યોમાંથી ૧ જણનું મકાનના કાટમાળમાં દબાતા મોત નીપજ્યું છે. જ્યારે બીજા લોકોમાંથી એક છોકરીને ગંભીર ઇજા થઇ છે અને બીજાને સામાન્ય ઇજા થઇ છે. હાલ આ લોકોને એસએસજીમાં સારવાર માટે લઇ જવામાં આવ્યાં છે.

Next Story
Share it