વડોદરા : જાણો કેમ..! ગામના ચોરે બેસી જિલ્લા કલેકટરે ગામલોકો સાથે કર્યો વિચાર વિમર્શ

વડોદરા જિલ્લાના ચિખોદરા ગામના અને પ્રથમ ગ્રામીણ મલિન જળ શુદ્ધિકરણ પ્લાન્ટમાં વીજ પુરવઠા માટે સોલાર પેનલ બેસાડવા અંગે જિલ્લા કલેકટરે કર્યો વિચાર વિમર્શ કરવા માટે ગામના ચોરે બેસી ગામલોકોને પ્લાંટ અંગેના લાભો સમજાવ્યા હતા.




એક પહેલ સમાન કદમના રૂપમાં જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વડોદરા તાલુકાના ચિખોદરા ગામે રાજ્યની પંચાયતોમાં કદાચિત પ્રથમ કહી શકાય તેવા એસ.ટી.પી. એટલે કે મલિન જળ શુદ્ધિકરણ પ્લાંટની સ્થાપના, જાહેર ક્ષેત્રના એકમ આઇઓસીએલની સી.એસ.આર. ભંડોળ સહાયતા હેઠળ બનાવવામાં આવ્યો છે. જિલ્લા કલેકટરે આઇઓસીલના અધિકારીઓ સાથે આ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તેમણે વધુ એક પર્યાવરણ રક્ષક પહેલ રૂપે આ પ્લાંટને સૂર્ય ઊર્જા સંચાલિત બનાવવાની ચર્ચા વિચારણા કરી હતી. તેના પગલે આ સુવિધાના સંચાલન માટેના વીજ ખર્ચમાં ખૂબ બચત થવાની પણ શક્યતાઓ રહી છે.
વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ ગામના ચોરે ગામલોકો સાથે સંવાદ બેઠક યોજીને આ પ્લાન્ટના લાભોની વિગતવાર સમજણ આપવાની સાથે ગામલોકો તેના વ્યવસ્થિત સંચાલનની સુચારુ વ્યવસ્થા કેવી રીતે ગોઠવી અને ચલાવી શકે તેનું માર્ગદર્શન આપ્યું હતું. ગામના કયા વિસ્તારોમાં અને કયા કારણોસર ગંદુ પાણી ઉત્પન્ન થાય છે અને તે કેવી રીતે અટકાવી શકાય તે પ્રકારની સ્વચ્છતા લક્ષી ચર્ચા કરી હતી. તા. 25મી ડિસેમ્બરના રોજ સુશાસન દિવસ પૂર્વ પ્રધામંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસ નિમિત્તે આદર અંજલિ આપવા માટે ઉજવાય છે, ત્યારે ગ્રામ સ્વચ્છતાના સુશાસન મોડેલ સમાન આ નવી વ્યવસ્થાની તે જ દિવસે રાજ્યના મુખ્યમંત્રી મુલાકાત લે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.