Connect Gujarat
ગુજરાત

વડોદરા તાલુકાના એક ગામની સગીરાને પટાવી ફોસલાવી ભગાડી જનાર યુવાન વિરૂધ્ધ વરણામા પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ

વડોદરા તાલુકાના એક ગામની સગીરાને પટાવી ફોસલાવી ભગાડી જનાર યુવાન વિરૂધ્ધ વરણામા પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ
X

સગીરાને ભગાડી જનાર યુવક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ

સગીરાને શોધવા માટે ૧૮૧ અભયમ હેલ્પ લાઇનની મદદ લેવાઇ

ગામની શાળામાંથી સગીરા તથા યુવક મળી આવ્યા.

વડોદરા તાલુકાના એક ગામની સગીર વયની કિશોરીને એ જ ગામના રાજકુમાર શ્રવણભાઇ વસાવાએ પટાવી ફોસલાવીને ભગાડી જતા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.પોલીસ સુત્રીય માહિતી અનુસાર વડોદરા તાલુકાના એક ગામમાં રહેતી એક સગીર વયની કિશોરી ગત તારીખ સાતમી એપ્રિલના રોજ રાત્રીના અઢી વાગ્યાના અરસામાં તેના ઘરમાં તેના માતા પિતા સાથે સુતી હતી. ત્યારે કિશોરીના માતા - પિતાની અચાનક આંખ ખુલતા તેઓની પુત્રીને ઘરમાં ન જોતા કિશોરીના માતા - પિતાના પગ નીચેથી ધરતી ખસી જવા પામી હતી.

કિશોરીના માતા - પિતાને પોતાની પુત્રી ગુમ થતા તેઓને શક ગયેલો કે તેઓની પુત્રી રાજકુમાર વસાવાના ઘરે ગયા હશે જેથી કિશોરીના માતા પિતાએ રાજકુમારના ઘરે તપાસ કરતા રાજકુમાર તેના ઘરે ન હોય કિશોરીના માતા પિતાને રાજકુમાર પર શક ગયો હતો કે રાજકુમાર કિશોરીને પટાવી ફોસલાવી લગ્ન કરવાના ઇરાદે ભગાડી ગયો છે. ત્યાર બાદ કિશોરીના માતા - પિતા તથા રાજકુમારના સગાસંબંધીઓએ કિશોરીને ગામમાં થતા આસપાસમાં શોધખોળ આદરી હતી.

દરમિયાન અભયમ હેલ્પલાઇન ૧૮૧ નંબરની ગાડી આવતા તેમાં હાજર કર્મીઓએ તેઓને પૂછતા ગામની ગુજરાતી સારા ક્યાં આવેલી છે ? જે પૂછતા કિશોરીના માતા પિતાએ મહિલા હેલ્પલાઇનની ગાડીને ગામની ગુજરાતી શાળામાં લઇ ગયા હતા ત્યાં કિશોરી તથા રાજકુમાર મળી આવ્યા હતા.ત્યારબાદ પોલીસને જાણ કરાતા પોલીસે કિશોરીને ભગાડી જનાર રાજકુમારની ધરપકડ કરી તેની વિરુદ્ધ વરણામાં પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. સગીર વયની કિશોરીને ભગાડી જવાની ઘટના પંથકમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામી છે.

Next Story