વડોદરા શહેરમાં મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇનની લૂંટ ચલાવતી ટોળકીના બે ઝડપાયા

New Update
વડોદરા શહેરમાં મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇનની લૂંટ ચલાવતી ટોળકીના બે ઝડપાયા

ઝડપાયેલા બંને યુવાનો ગુનાહિત ભૂતકાળ ધરાવે છે

વડોદરા શહેરમાં મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇનની લૂંટ ચલાવતી ટોળકીના બે સાગરીતોને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાંચે ટોળકી પાસેથી બે સોનાની ચેઇન સહિત રૂપિયા 1.10 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

ક્રાઇમ બ્રાંચના ડી.સી.પી. જયદીપસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરમાં અછોડા તોડના વધી ગયેલા બનાવોને ધ્યાનમાં લઇ પોલીસ તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું હતું. દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે કારેલીબાગ વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થઇ રહેલા નિરજ ઉર્ફ દેવ જગરામસિંગ ઠાકુર (રહે. અકોટા વુડાના મકાનમાં) અને મહેશ ઉર્ફ મયલો અર્જુન નાયક (રહે. છાયાપુરી રોડ, છાણી)ની ધરપકડ કરી હતી. તેઓની તપાસ કરતા તેઓની પાસેથી બે સોનાની ચેઇન, બે વ્હિકલ અને એક મોબાઇલ ફોન મળી કુલ્લે રૂપિયા 1,10,650નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ બંને ગુનાહિત ભૂતકાળ ધરાવે છે.