Connect Gujarat
ગુજરાત

વડોદરા: શાહપુરા ગામની સીમમાંથી રૂપિયા ૧૮ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું

વડોદરા: શાહપુરા ગામની સીમમાંથી રૂપિયા ૧૮ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું
X

અત્યાર સુધી તો સાંભળવામાં આવ્યું છે કે પોલીસે દારૂની ટ્રક, ટેમ્પો અથવા કાર ઝડપી પાડી છે. સરકાર દ્વારા સાંપ્રત

સમયમાં જેના પર ભાર મુકાઇ રહ્યો છે તે બેટી પઢાવો, બેટી બચાવોના સુંદર સ્લોગનના લખાણવાળા કન્ટેનર સાથે પોલીસની આંખોમાં ધૂળ

નાંખી બેફામ બનેલા બુટલેગરો વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરવાની પેરવીમાં હતા પણ

પોલીસની સતર્કતાને કારણે બેટી બચાવો, બેટી પઢાવોના લખાણવાળા એક બીનવારસી વિદેશી દારૂ ભરેલા કન્ટેનરને ઝડપી પાડતા

સમગ્ર મુદ્દો ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. કદાચ આવા સુવાક્ય સાથે ઝડપાયેલ

વાહનનો ઉપયોગ પ્રથમ વાર દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરો દ્વારા થયો હોય એવી

પણ લોકમુખે ચર્ચાઓ સાંભળવા મળી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર વરણામા પોલીસ મથકમાં ફરજ બજાવતા યુનુસખાન પઠાણને

બાતમી મળી હતી કે પોર પાસે આવેલ શાહપુરા ગામની સીમમાં આવેલી કેનાલ પાસે એક

બિનવારસી કન્ટેનર પડેલું છે જે બાતમીના આધારે વરણામા પોલીસ સ્ટેશન ના પોસઇ બી. એચ.

રાઠોડ તેમજ પોલીસ કર્મી સંજયભાઇ અજુણભાઇ રબારી સાથે શાહપુરા ગામ પાસે આવેલ કેનાલની

સાઇટમાં એક MH-46-BB-5575 નંબરનું કન્ટેનર ઉભેલુ જોઇ તપાસ કરતા

અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂ ભરેલા બોક્ષ મળી આવ્યા હતા. જેમાં ૪૦૩ પેટી ઇગ્લીશ

દારૂ જેની કિંમત રૂપિયા. ૧૮,૧૩,૫૦૦ તેમજ કંટેનર કિંમત રૂપિયા દસ લાખ મળી કુલ રૂપિયા ૨૮,૧૩,૫૦૦ નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી આગળની તપાસ

હાથ ધરી છે.

Next Story
Share it