વરણામા : ગુરુનાનક હોટલ પાસેથી રૂ.૧૯ લાખના વિદેશી દારૂ સાથે ચાર ઝડપાયા

New Update
વરણામા : ગુરુનાનક હોટલ પાસેથી રૂ.૧૯ લાખના વિદેશી દારૂ સાથે ચાર ઝડપાયા

નેશનલ હાઇવે નંબર ૪૮ પર આવેલા વડોદરાના વરણામા પાસે આવેલી ગુરૂનાનક હોટલ પાસેથી વડોદરા ગ્રામ્ય એલસીબીએ રૂપિયા ૧૯ લાખ ઉપરાંતના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતા ગેરકાયદેસર દારૂનો વેપલો કરતા બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સુત્રીય માહિતી અનુસાર વડોદરા ગ્રામ્ય એલસીબીને મળેલી બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો વોચમાં હતા ત્યારે બાતમી વાળી ટ્રેલર નંબર આર જે - ૦૭ - જી બી - ૬૭૬૩ માસ્ટર્ડ ડીઓસી ભરેલ બેગ (ઢોરને ખવડાવવાનું દાણની) આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતી હતી.

ટ્રેલરની આગળ એસ એક્સ ફોર ગાડી નંબર જી જે - ૦૨ - બી ડી - ૪૮૦૩ માં બેસેલા ઇસમો આગળ પાયલોટીંગ કરતા હોવાની બાતમી મળી હોય જે બંને ગાડીને કોર્ડન કરી રોકવાનો પ્રયાસ કરતા એક ઈસમ ઉતરીને ભાગવા જતાં પોલીસે ઇસમ ભાગી જવા છતાં અન્ય બે ઈસમોને ઝડપી પાડી તથા અન્ય બીજા બે ઇસમોને ટ્રેલરમાંથી ઝડપી પાડ્યા હતા. જેમાં દારૂની પેટી નંગ ૩૯૭ બોટલ નંગ ૪૭૬૪ કિંમત રૂપિયા ૧૯,૦૫,૬૦૦ તથા ટ્રેલર, એસ એક્સ ફોર ગાડી મોબાઇલ નંગ ૯ તાડપત્રી નંગ ૧ તથા માસ્ટર્ડ ડીઓસી ભરેલ બેગ નંગ ૫૪૦ મળી કુલ ૪૬, ૯૧, ૭૬૪ નો મુદ્દામાલ કબ્જે કરી ઉપરોક્ત ચારેય ઇસમો વિરૂધ્ધ વડોદરા ગ્રામ્ય એલ સી બી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ વરણામા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.