/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/arun-jaitley-5-story_647_022916020019.jpg)
વર્ષ 2017 ના સામાન્ય બજેટમાં સરકાર દ્વારા કરવામાં આવેલ ભલામણોને રાષ્ટ્રપતિ દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે. જે પ્રમાણે સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજુ કરવામાં આવશે.
આ સાથે મહત્વની વાત એ છે કે આ વખતના સામાન્ય બજેટમાં રેલવે બજેટનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે તેથી રેલવે બજેટ હવેથી અલગ રીતે રજુ નહિ થાય.
જો કે વિરોધ પક્ષ દ્વારા આ અંગે વિરોધ દર્શાવતા જણાવવામાં આવ્યુ હતુ કે બજેટમાં લોભામણી જાહેરાતો દ્વારા તાજેતરમાં યોજાનારા પાંચ રાજ્યોની ચૂંટણીમાં મતદારોને પોતાની તરફ કરવાના પ્રયત્ન થઇ શકે છે અને તેથી બજેટને ચૂંટણી પછી રજુ કરવાની માંગ ચૂંટણી પંચને કરવામાં આવી હતી પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા બજેટને મંજૂરીની મહોર લગાવી દેવામાં આવી છે,જેથી હવે 1 ફેબ્રુઆરીના રોજ જ રજુ થશે.
વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવેલ રજૂઆતોનો ઉત્તર આપતા સરકાર દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે બજેટને ચૂંટણી સાથે કોઈ નિસ્બત નથી અને આનાથી એપ્રિલ મહિનામાં શરૂ થતા નાણાંકીય વર્ષમાં નવા નિયમો લાગુ કરી શકાશે.
આ બજેટ સત્રનું પહેલુ ચરણ 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધીનું તથા બીજુ સત્ર 9 માર્ચથી 12 એપ્રિલ સુધીનું રહેશે.તેમજ આ બજેટને રજુ કરતા પહેલા રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભાના સત્રને સંબોધિત કરશે.