વલસાડના સોહમ દેસાઈની ઇન્ડિયન ટિમના ફિટનેસ ટ્રેનર તરીકે થઈ પસંદગીથી ખુશહાલી

New Update
વલસાડના સોહમ દેસાઈની ઇન્ડિયન ટિમના ફિટનેસ ટ્રેનર તરીકે થઈ પસંદગીથી ખુશહાલી

સોહમ દેસાઈ બીડીસીએ માં ફિટનેસ ટ્રેનર તરીકે આપી ચુક્યા છે સેવા.

વલસાડના અનાવિલ યુવાન અને બલસાર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસો સીએસશન થી પોતાની કારકિર્દી શરૂ કરનાર સોહમ દેસાઈ ની ભારતીય ક્રિકેટ ટીમના ફિટનેસ કોચ તરીકે નિયુક્તિ થઈ છે.

સોહમ દેસાઈએ ત્યારબાદ જી.સી.એ અને ત્યારબાદ એન.સી.એ માં ફરજ બજાવી હતી.વલસાડ ના યુવાનની ટિમ ઇન્ડિયામાં પસંદગી થતા વલસાડ શહેર જિલ્લામાં ખુશીનો માહોલ છવાયો છે.બી.ડી.સી.એ પરિવારમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.