વલસાડ : કપરાડામાં મુખ્યમંત્રીની હાજરીમાં વન મંત્રીએ કર્યો “બફાટ”, જુઓ શું હતો ટોક ઓફ ધ ટાઉન મુદ્દો..!

New Update
વલસાડ : કપરાડામાં મુખ્યમંત્રીની હાજરીમાં વન મંત્રીએ કર્યો “બફાટ”, જુઓ શું હતો ટોક ઓફ ધ ટાઉન મુદ્દો..!

વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકોને ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે, ત્યારે આજે વલસાડ જીલ્લામાં ભાજપ તરફથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધુરા સંભાળી હતી. જોકે જાહેર સભામાં રાજ્યના વન અને આદિજાતિ મંત્રીએ મુખ્યમંત્રીની હાજરીમાં મોટો બફાટ કરતાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જંગી જાહેરસભા સંબોધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેર સભામાં રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકર પણ ઉપસ્થિત હતા. જોકે પોતાના સંબોધનમાં રમણ પાટકરે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં મોટો બફાટ કર્યો હતો. તેઓએ લોકોને સંબોધતા સ્વીકાર્યું હતું કે, અગાઉ જીતુભાઈ કોંગ્રેસમાં હતાં. લોકોને વચન આપી દેતા હતા કે કામ પુર્ણ થઈ જશે. પરંતુ તેમને રૂપિયા પૂરતા પ્રમાણમાં આપતા નહોતા. એટલે તેમના વચન અધૂરા રહી જતાં હતાં. જોકે, હવે તેઓ ભાજપમાં આવી ગયા છે. એટલે તેમના તમામ વચનો પૂરા થશે અને વિસ્તારનો વિકાસ પણ ખૂબ જ ઝડપથી થશે. આમ રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરે આડકતરી રીતે કોંગ્રેસના ધારાસભ્યોના મત વિસ્તારમાં  ઓરમાયુ વર્તન રખાતું હોવાનો સ્વીકાર કર્યો હતો.

જોકે મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં જાહેર મંચ પરથી રાજ્યના મંત્રીએ કરેલા નિવેદનને કારણે ખળભળાટ મચી ગયો હતો, ત્યારે સભા બાદ જ્યારે મંત્રી રમણ પાટકરને આ અંગે પૂછવામાં આવતા તેઓએ મીડિયા સામે પણ તે વાતને વળગી ગયા હતા. તો બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મંત્રી રમણ પાટકરના નિવેદનનો બચાવ કરવો પડ્યો હતો.

Read the Next Article

ઇલેક્ટ્રિક કાર ટેસ્લાની ભારતમાં એન્ટ્રી, પહેલો શોરૂમ મુંબઈમાં ખુલશે

વિશ્વની પ્રખ્યાત ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હવે ભારતમાં પ્રવેશવા માટે તૈયાર છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ટેસ્લા 15 જુલાઈ, 2025 ના રોજ મુંબઈમાં પોતાનો પહેલો શોરૂમ

New Update
tesla

વિશ્વની પ્રખ્યાત ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હવે ભારતમાં પ્રવેશવા માટે તૈયાર છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ટેસ્લા 15 જુલાઈ, 2025 ના રોજ મુંબઈમાં પોતાનો પહેલો શોરૂમ ખોલવા જઈ રહી છે.

આ શોરૂમ એક "એક્સપિરિયન્સ સેન્ટર" હશે, જ્યાં લોકો ટેસ્લાના વાહનો જોઈ શકશે અને તેમની ટેસ્ટ ડ્રાઇવ પણ લઈ શકશે. આ પગલું ભારતના ઝડપથી વિકસતા ઇલેક્ટ્રિક વાહન બજાર માટે એક મોટી અને મહત્વપૂર્ણ તક સાબિત થઈ શકે છે.

શોરૂમ ક્યાં ખુલશે, શું ઉપલબ્ધ થશે?

  • ભારતમાં ટેસ્લાનો પહેલો શોરૂમ મુંબઈમાં ખુલશે. કંપનીએ આ શોરૂમને પ્રીમિયમ જગ્યાએ ભાડે લીધો  છે. તે ફક્ત કાર પ્રદર્શિત કરવા માટેનું સ્થળ નહીં હોય, પરંતુ તેને પ્રીમિયમ અનુભવ કેન્દ્ર તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જ્યાં ગ્રાહકો ટેસ્લાની ટેકનોલોજીને નજીકથી સમજી શકશે.
  • આ શોરૂમમાં, ગ્રાહકો ટેસ્લાના વાહનોને સામેથી જોઈ અને સમજી શકશે, ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે અને તકનીકી માહિતી મેળવી શકશે,
  • કારનો ટેસ્ટ ડ્રાઇવ લઈ શકશે અને ટેસ્લાની ચાર્જિંગ ટેકનોલોજી અને નવીનતાનો ડેમો પણ જોઈ શકશે.

ભારતમાં ટેસ્લા માટે તૈયારીઓ

  • ટેસ્લાના સીઈઓ એલોન મસ્કના નેતૃત્વ હેઠળની કંપની લાંબા સમયથી ભારતમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે.
  • આ વર્ષે માર્ચમાં, ટેસ્લાએ મુંબઈમાં શોરૂમ માટે જગ્યા નક્કી કરી હતી અને ત્યારથી કંપનીએ ભારતમાં નવા કર્મચારીઓની ભરતી પણ શરૂ કરી દીધી છે.
  • ટેસ્લા હવે દિલ્હી અને અન્ય મોટા શહેરોમાં જગ્યા શોધી રહી છે જેથી તે ભારતમાં ઝડપથી તેનું નેટવર્ક વિસ્તૃત કરી શકે.