વલસાડ ખાતે સદભાવના દિવસની ઉજવણી

New Update
વલસાડ ખાતે સદભાવના દિવસની ઉજવણી

વલસાડના નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સફલ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી મોટા બજાર ખાતે સદભાવના દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સ્વામી વિવેકાનંદજીના ફોટાને સુતરની આંટી પહેરાવી દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો.

Advertisment

કેન્દ્રના સંયોજક અર્શદીપએ કાર્યક્રમનો હેતુ સમજાવી કેન્દ્ર દ્વારા ચાલતી પ્રવૃત્તિઓની જાણકારી આપી હતી. સફલ ચેરીટેબલ ટ્રસ્ટના પારૂલ ગજ્જરે સૌને આવકાર્યા હતા.આ કાર્યક્રમના ભાગરૂપે સંસ્થા દ્વારા પાણી બચાવો, પ્રદૂષણ અટકાવો વિષય ઉપર વકતૃત્વ, ચિત્રકામ તેમજ દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન પણ કરાયું હતું. કાર્યક્રમને સફળ બનાવવા ફરહાન શેખ, સરસ્વતી પટેલ, કેફીશા મુલતાની, વૃંદા કંસારાએ જહેમત ઉઠાવી હતી.

Advertisment