/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/01-26.jpg)
વલસાડના ગુંદલાવમાં આવેલ શક્તિ ટેક નામની કંપની માં આગ લગતા દોડધામ મચી જવા પામી હતી ઘટના ને પગલે 7 ફાયર ફાયટરો દ્વારા આગ ને કાબુ માં લેવાના પ્રયાસો હાથ ધાર્યા હતા.
વલસાડના ગુંદલાવ સ્થિત આવેલ શક્તિ ટેક નામની કંપનીમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. જેને લઈને વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. ઘટનાને પગલે વલસાડ ફાયર દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધરાયા હતા. જેમાં ફાયરનું પાણી પૂરું થઇ જતા બીજા ફાયર ફાયટરોને જાણ કરવામાં આવી હતી. પરંતુ તે દરમિયાન આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપનીમાં આગ પ્રસરી હતી. ઘટનામાં કંપનીમાં મુકવામાં આવેલ ઇન્કના ડ્રમ હવામાં ઉડતા હતા. જેને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટના ને પગલે બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવતા વલસાડ અતુલ વાપી નોટીફાઈડ નવસારી ધરમપુર પારડી સહિત 7 જેટલા ફાયર ફાયટરો દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધરાયા હતા.