/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/AAVEDAN-PATRA-PHOTO-2.png)
એમ્પ્લોય પેન્શન સ્કીમ દ્વારા હાયર પેન્શનની માંગ સાથે વલસાડ જિલ્લા અધિક કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં તમામ નિવૃત કર્મચારીઓ જોડાયા હતા.
વલસાડ ખાતે એમ્પ્લોય પેન્શન સ્કીમ હેઠળ આવતા કર્મચારીઓ ભેગા મળી મૌન રેલી યોજી વિરોધ કર્યો હતો. કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ ૧૯૯૫માં નિવૃત થયેલ કર્મચારીઓને માત્ર ૫૦૦ રૂપિયા પેન્શન ચૂકવવામાં આવે છે, જે હાલના મોંઘવારીમાં યોગ્ય નથી. હાલ આ કેસ હાઇકોર્ટમાં ચાલી રહ્યો હોવા છતાં પણ વિલંબ થઇ રહ્યો છે. ૯૫ પેન્શનર્સ સેવા મંડળ દ્વારા વલસાડ ખાતે મૌન રેલી યોજી જિલ્લા અધિક કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું હતું. વિરોધ રેલી દરમ્યાન તમામ બેન્ક અને અન્ય સંસ્થાના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. પેન્શનર્સ સેવા મંડળ દ્વારા માંગ કરવામાં આવી હતી કે, તમામ પેન્શનર્સને ન્યાય મળે અને હાયર પેન્શન સરકાર દ્વારા ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.