Connect Gujarat
ગુજરાત

વહીયાલ હાઈસ્કૂલના છાત્રોને માવતર ટ્રસ્ટે શિક્ષણ સામગ્રી કરી અર્પણ

વહીયાલ હાઈસ્કૂલના છાત્રોને માવતર ટ્રસ્ટે શિક્ષણ સામગ્રી કરી અર્પણ
X

માવતર ટ્રસ્ટ વહીયાલે પર્યાવરણની સુરક્ષા સાથે એજ્યુકેશન ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વાગરા તાલુકાના વહીયાલ ગામે આવેલ સરસ્વતી વિદ્યાલયના ધોરણ ૯ અને ૧૦ ના ૬૬ વિદ્યાર્થીઓને શૈક્ષણિક ઉપયોગમાં આવતી બુકનું વિતરણ કર્યું હતું.

માવતર ટ્રસ્ટના અજીતસિંહ, કલરટેક્સ કંપનીના પ્લાન્ટ હેડ મહેશભાઈ વશી તેમજ દિપકસિંહ રાજના હસ્તે નક્શાપોથી, પ્રયોગપોથી ગણિતપોથી છાત્રોને અર્પણ કરવામાં આવી હતી. આ તબક્કે કલરટેક્સ કંપનીના હેડ મહેશ વશીએ છાત્રોને જણાવ્યુ હતુ કે ટેકનોલોજીના જમાનામાં ભણ્યાવિના છૂટકો નથી. ભણતર થકી જ નવી ક્ષિતિજ સુધી પહોંચી શકાશે.જો તમારૂ ભણતર સારૂ હશે તો ચોક્કસ તમારા જીવનનું ચણતર શ્રેષ્ઠ કરી શકશો.

Next Story