Top
Connect Gujarat

વાગરાનાં મુસ્લિમ સમુદાયે રોહિંગ્યા મુસ્લિમો પર થતા અત્યાચારનાં વિરોધમાં મૌન રેલી યોજી

વાગરાનાં મુસ્લિમ સમુદાયે રોહિંગ્યા મુસ્લિમો પર થતા અત્યાચારનાં વિરોધમાં મૌન રેલી યોજી
X

વાગરા તાલુકાનાં મુસ્લિમોએ રોહિંગ્યા મુસ્લિમો પર થતા અત્યાચાર અને સોનુ ડાંગર વિરુદ્ધ મૌન રેલી કાઢી હતી. સોનુ ડાંગર સામે કડક કાર્યવાહી કરવા તેમજ રોહિંગ્યાનાં મુસલમાનોને ભારતમાં સરણ આપવા અંગે આવેદનમાં જણાવાયુ છે.

વાગરા તાલુકાના મુસ્લિમ સમાજનાં લોકોએ નમાજ બાદ જુમ્મા મસ્જિદ થી મામલતદાર કચેરી સુધી મૌન રેલી કાઢી હતી. મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો પર અત્યાચારની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આ ઘટનાને વખોડી કાઢવા માટે એક આવેદન પત્ર નાયબ મામલતદાર વી.એન. ગોહિલને વાગરા તેમજ આસપાસનાં ગામનાં લોકોએ પાઠવ્યુ હતુ.જ્યારે રાજકોટમાં રહેતી સોનુ ડાંગરે સોશ્યલ મીડિયામાં તાજેતરમાં ઇસ્લામ ધર્મના મહાન પયગંમ્બર સાહેબ વિરુદ્ધ ખુબજ નિમ્નકક્ષાની અને અપમાનજનક ટિપ્પણી કરતા દેશ અને દુનિયાના મુસ્લિમોની લાગણી દુભાઇ છે. તેથી વાગરાનાં મુસ્લિમોએ મૌન રેલીમાં સોનુ ડાંગરને ફાંસી આપોનું પ્લે કાર્ડ દર્શાવ્યું હતુ. અને તેણી સામે કડકમાં કડક કાનૂની પગલા ભરવા માટેની માંગ કરતુ આવેદન પત્ર પણ નાયબ મામલતદારને સુપ્રત કરવામાં આવ્યુ હતુ.

Next Story
Share it