/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/12215716/2019_3image_12_41_376291380aaa-ll.jpg)
વાગરા તાલુકાના અટાલી સબ સ્ટેશનના કંપાઉન્ડમાંથી કોઇ ટોળકીએ કુલ રૂપિયા ૯૩
હજાર ઉપરાંતની મત્તાની ૧૧ કોપર બ્લેડની ચોરીને અંજામ આપાયાની હકીકત બહાર આવી છે.આ બનાવ અંગે વીજ કંપનીને જાણ થતાં તેમણે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં
પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત પોલીસ સુત્રીય માહિતી અનુસાર, વાગરા પંથકના દહેજ નજીક આવેલાં અટાલી ગામે આવેલ ૬૫
કે.વી. સબ સ્ટેશનમાં કોઇ ચોરોએ ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. જેમાં વીજકર્મી
ચેકીંગમાં હતાં. તે દરમિયાન સબ સ્ટેશનના કંપાઉન્ડના અલગ અલગ સ્થળેથી ૧૧ આયસોલોટેટ
બ્લેડ એટલે કે કોપરના બ્લેડની ચોરી થઇ હોવાની હકીકત ખુલવા પામી હતી. જેની દહેજ
પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ
ધરી છે.