/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/unnamed-25.jpg)
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામે બે શતક વટાવી ચૂકેલા વાયો વૃદ્ધ મતદારોએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરીને લોકશાહીની ફરજ નિભાવી હતી.
વાગરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાનના દિવસે વહેલી સવાર થી જ મત આપવા માટે મતદારોની લાંબી કતારો નજરે પડી હતી. જ્યારે કેટલાક ગામોમાં મતદાન નિરસ રહ્યુ હતુ. જયારે વાગરાના વસ્તી ખંડાલી ગામે મતદાન કરનારા બે વયોવૃદ્ધ મતદાતાઓને લઇ અનેરો સંયોગ જોવા મળ્યો હતો.
ગામના જ 100 વર્ષથી વધુ આયુષ્ય ધરાવતા બે વરિષ્ઠ વયોવૃદ્ધ મતદારો ખીલજી મુહમ્મદ કાજુ ઉ.વ 106 તેમજ ભઠ્ઠી રહીમ મુહમ્મદ દાદાભાઈ ઉ.વ 104 નાઓએ વસ્તી ખંડાલી ગામના મતદાન મથકે પોતાના માતાધિકારનો પ્રયોગ કર્યો હતો.
યુવા વર્ગ જ્યારે ઉંઘમાં હતો ત્યારે શતક વટાવી ચૂકેલા બન્ને વાયો વૃદ્ધોએ મતદાન કરી યુવાનોને શરમમાં મૂકી દીધા હતા. આ અંગે તેમણે મતનું મૂલ્ય સમજાવતા જણાવ્યુ હતુ કે મત એ બંધારણે બક્ષેલો અમૂલ્ય અધિકાર છે. જેથી મતદારોએ મતદાનથી વંચિત રહ્યા વિના પોતાના મનગમતા ઉમેદવારને મત આપી લોકશાહીની પ્રક્રિયાને ખરા અર્થમાં સાર્થક બનાવવા અપીલ કરી હતી.
ચાર પેઢી જોઈ ચૂકેલા ભઠ્ઠી દાદા એ મતદાનને લોકશાહીના મહાપર્વ તરીકે ગણાવી સાચા અને પ્રામાણિક નાગરિક તારીકેની ભૂમિકા અદા કરી હતી.જો ખરેખર તમામ મતદારો આ બન્ને મતદારો ની જેમ જાગૃતિ દાખવે તો લોકશાહી નો આ મહાપ્રસંગ ક્યારેય નિરસ જોવા નહીં મળે.