Connect Gujarat
ગુજરાત

વાગરા: પોલીસે વિલાયત ચોકડી પાસે સટ્ટા બેટિંગનો જુગાર રમતા ત્રણ ઈસમને ઝડપી પાડયા

વાગરા: પોલીસે વિલાયત ચોકડી પાસે સટ્ટા બેટિંગનો જુગાર રમતા ત્રણ ઈસમને ઝડપી પાડયા
X

વાગરા પોલીસે વિલાયત ચોકડી પાસે સટ્ટા બેટિંગનો જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડયા હતા.૨૯૦૦૦/- રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લઈ જુગાર ધારાની કલમ હેઠળ ત્રણેય ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

વાગરા પોલીસે પ્રોહી અને જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા તત્વો સામે કાયદાનો સિકંજો કસ્યો છે.ગતરોજ વાગરા પી.એસ.આઈ જે.જે.ચાવડા અને તેમની ટીમના હસમુખભાઈ, સેતાનસિંહ અને ભોપાભાઈ વિલાયત જી.આઈ.ડી.સી. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન બાતમી મળી હતી કે વિલાયત ચોકડી નજીક ખુલ્લામાં કેટલાક ઈસમો આંક ફરકના આંકડાના કાચી ચિઠ્ઠી ઉપર સટ્ટા બેટિંગનો જુગાર રમાડે છે.જ્યાં પોલીસે રેડ કરતા ત્રણ ઈસમો રંગે હાથ ઝડપાયા હતા.પોલીસે રોકડ ૨૦૫૫૦/- રૂપિયા અને ત્રણ મોબાઇલની કિંમત ૮૫૦૦/- મળી કુલ ૨૯૦૫૦/- રૂપિયાનો મુદામાલ કબ્જે લીધો હતો.

ઝડપાયેલા મીનહાઝ શબ્બીર ડેરીવાલા,રહે દયાદરા,તા.જી. ભરૂચ,યુનુસ યાકુબ પટેલ, રહે લીમડી ચોક-ભરૂચ, ઇલમોદ્દીન સિદ્દીક શેખ,રહે હુંડા ફળિયુ સૈયદવાડ

નજીક-ભરૂચનાઓ સામે વાગરા પોલીસે જુગાર ધારાની કલમ ૧૨ અ મુજબ કાર્યવાહી હાથ ધરી

હતી.

Next Story
Share it