વાગરા પોલીસે 21 સ્કૂલ વાહનો ડિટેન કરતા ચાલકોમાં ફફડાટ

New Update

વાગરામાં સ્કૂલ વાનને નડેલા અકસ્માત બાદ પોલીસ હરકતમાં આવી હતી. ખીચોખીચ છાત્રોને ભરી જતા વ્હીકલ સામે લાલ આંખ કરતા ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

વાગરાની એક ખાનગી શાળાના 20 છાત્રોને લઇ જતી વેન તારીખ 6 સપ્ટેમ્બરનાં રોજ સવારના સમયે સાંચણ અને વાગરા વચ્ચે પલ્ટી જતા કોલાહલ મચી જવા પામી હતી.જેમાં 15 જેટલા વિદ્યાર્થી ઘાયલ થયા હતા.

publive-image

અકસ્માતનો કિસ્સો સામે આવતા પીએસઆઇ એસ.એન. દેસાઈ અને ટ્રાફિક જવાનોએ સ્કૂલના વિદ્યાર્થીઓની ગેરકાયદે આવાજાહી કરતા વાહનો સામે સપાટો બોલાવી દીધો હતો.વધુ પડતા છાત્રોને ભરી લઇ જતા વાહનોને સવાર થી જ કાયદેસરની કાર્યવાહી કરતા ચાલકોમાં ગભરાટ વ્યાપી જવા પામ્યો હતો.

21 જેટલા વાહનોને ડિટેન કરતા વાગરા પોલીસ મથકનુ કેમ્પસ વાહનોથી ભરાઈ ગયુ હતુ.એક તરફ પોલીસે સ્કૂલ વાહનો સામે કાયદાકીય પગલા ભરતા વાલીઓએ પોતાના બાળકોને શાળાએ લઈ જવાની ફરજ પડી હતી.