/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/02-e1554481565239.jpg)
વાઘોડિયા તાલુકાના તવરા ગામની સીમમાં આવેલા એક કૂવામાંથી એક આધેડ પુરુષનો મૃતદેહ મળી અાવતા ભારે ચકચાર મચી જવા પામી હતી.આ ઘટનાને પગલે લોકો ઘટના સ્થળે ભેગા થયા હતા. વાઘોડિયાના તવરા ગામની સીમમાં આવેલા દંખેડા ગામના ખેડૂત રમેશભાઈ ગીરધર ભાઈનાં કૂવામાંથી એક આધેડ પુરુષનો મૃતદેહ મળી અાવ્યો હતો.
ઘટનાની જાણ વાઘોડિયા પોલિસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કૂવાની બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. ઘટના સ્થળ ઉપર પહોંચેલી વાઘોડિયા પોલીસે કૂવામાંથી મળી અાવેલા આધેડના મૃતદેહ વિશે તે કોણ છે ક્યાંનો રહેવાસી છે તે દિશામા તપાસ હાથ ધરી છે. હાલ તો આધેડના મૃતદેહ વિશે રહસ્યના તાણાવાણા ગુંથાઇ ગયા છે. પી એમ રિપોર્ટ બાદ જાણવા મળશે કે આધેડની હત્યા થઇ છે કે આધેડે આત્મહત્યા કરી છે તેના સાચા કારણ માટે રાહ જોવી જ રહી..