વાપીની જનસેવા હોસ્પિટલમાં ૧.ર૮ કરોડના ખર્ચે સીટી સ્કેન મશીનનું લોકાર્પણ કરાયું

વલસાડ જિલ્લાના વાપી ખાતે શ્રેયસ મેડીકેર સંચાલિત એમ.એન.મહેતા હોસ્પિટલ જનસેવા મંડળમાં કિશોરભાઇ દેસાઇ સહિત વિવિધ દાતાઓના સહયોગથી રૂ.૧.૨૮ કરોડના ખર્ચે નવા મૂકાયેલા લેટેસ્ટ ટેકનોલોજીયુક્ત સીટી સ્કેન મશીનનું લોકાર્પણ વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરના તેમજ સમાજસેવી ગફુરભાઇ બિલખીયાના હસ્તે કરાયું હતું.
[gallery td_gallery_title_input="વાપીની જનસેવા હોસ્પિટલમાં ૧.ર૮ કરોડના ખર્ચે સીટી સ્કેન મશીનનું લોકાર્પણ કરાયું" td_select_gallery_slide="slide" size="large" ids="103947,103946,103948,103949"]
આ અવસરે આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે હોસ્પિટલમાં સીટીસ્કેન મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં સહયોગ આપવા બદલ દાતાઓ અને હોસ્પિટલના સંચાલકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, બીમારીના ખર્ચને પહોîચી વળવા માટે મા-વાત્સલ્ય, આયુષ્માન ભારત યોજના હેઠળ પાંચ લાખ સુધીની સારવારનો ખર્ચ સરકાર આપે છે, જેનો લાભ સૌએ લેવો જાઇએ. તેમણે હોસ્પિટલની જરૂરિયાતને પહોîચી વળવા માટે અગ્રણી ઉદ્યોગપતિઓને સહયોગ આપવા અપીલ કરી હતી. હોસ્પિટલનું સુચારુ સંચાલન થાય, દર્દીઓને ત્વરિત અને સારી સેવા પૂરી પાડી અને હોસ્પિટલનું નામ ઊંચું આવે તે માટે સતત પ્રયત્નશીલ રહેવા સંચાલકો અને ડોક્ટરોને અનુરોધ કર્યો હતો. રાજ્ય સરકાર તરફથી નિયમાનુસાર મળતા લાભ આપવા માટે સહયોગ આપવાની તેમણે હૈયાધરપત આપી હતી.
સમાજસેવી ગફુરભાઇ બિલખીયાએ ટ્રસ્ટીમંડળના સભ્યોની સેવાભાવનાને બિરદાવતાં જણાવ્યું હતું કે, ડૉકટરો પ્રેમાળ ભાવનાથી સારવાર આપે તો દર્દીનું દર્દ ઘણું ઓછું થઇ જાય છે. તેમણે કામ કરવાની ધગશ ધરાવતા યુવાન સભ્યો, ડોક્ટરો સમાજ સેવા માટે સતત પ્રયત્નશીલ રહે છે, જે સરાહનીય કાર્ય કરતા હોવાનું જણાવી જનસેવા હોસ્પિટલનો વ્યાપ વધારમાં સહયોગી દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા. હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓ માટે ભારત સરકારે શરૂ કરેલી આયુષ્માન ભારત યોજનાનો સૌને લાભ લેવા દેશના વિકાસ માટે ભ્રષ્ટાચારને તિલાંજલિ આપી પોતાની ફરજ સમજી દરેક કાર્ય કરે તે આવશ્યક હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું.
શ્રેયસ મેડિકેટરના ટ્રસ્ટી નિમીષભાઇ વશીએ જનસેવા એ જ પ્રભુ સેવાના ધ્યેય સાથે ૧૯૯૪માં શરૂ કરેલી હોસ્પિટલે દર્દીઓને સારી સેવાઓ પૂરી પાડી હોવાનું જણાવ્યું હતું. તેમણે સંસ્થાની શરૂઆતથી લઇ અત્યાર સુધીમાં થયેલી કામગીરી તેમજ હાલમાં હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સુવિધાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. સીટીસ્કેન મશીનની સુવિધા ઉપલબ્ધ થવાથી આ હોસ્પિટલમાં આવતા દર્દીઓ માટે ઉપયોગી પુરવાર થશે. વાપીની અન્ય હોસ્પિટલો કરતાં ઓછા ચાર્જથી સીટીસ્કેન કરી આપવામાં આવશે. હોસ્પિટલના વિકાસ માટે સહયોગ આપનારાઓનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. અતુલભાઇએ સીટી સ્કેન સેન્ટરની કામગીરી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.કિશોરભાઇ દેસાઇએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી હોસ્પિટલમાંં ઉપલબ્ધ સુવિધાની જાણકારી આપી હતી.
આ અવસરે જનસેવા હોસ્પિટલ ડોક્ટરો, પ્રમુખ નીતિનભાઇ મહેતા, ટ્રસ્ટી એલ.જે.ગર્ગ, હિન્દુસ્તાન મોટર્સના પાર્ટનર સંજયભાઇ જડીયા, બેસ્ટ પેપરમીલના રમેશભાઇ શાહ, હેમંતભાઇ દેસાઇ, અગ્રણી મહેશભાઇ ભટ્ટ, ભાનુશાલી સમાજના અગ્રણી લાલજીભાઇ ભાનુશાલી, ભાવિન ભાનુશાલી, ટ્રસ્ટીમંડળના સભ્યો, હોસ્પિટલ સ્ટાફ વગેરે હાજર રહયા હતા.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
'અસામાજિક તત્વોનો આંતક' દસાડાના વણોદ ખાતે નાઇટ ડ્યુટી કરી રહેલા GRD...
28 Jun 2022 12:04 PM GMTઅમદાવાદ : જગન્નાથ રથયાત્રામાં નિજ મંદિરથી દરિયાપુર સુધી સંવેદનશીલ...
28 Jun 2022 11:50 AM GMTપાવાગઢ પર્વતની ઢંકાયેલી સુંદરતા બહાર આવી, જુઓ પ્રાકૃતિક નજારો
28 Jun 2022 11:41 AM GMTરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહા ગાંધીનગર આવશે, કોંગ્રેસ ધારાસભ્યો...
28 Jun 2022 11:32 AM GMTસુરત : અન્ય રાજ્યના વેપારીઓની અવર-જવર શરૂ થતા કાપડના વેપારીઓને...
28 Jun 2022 11:15 AM GMT