/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/modi_varanasi_759.jpg)
મોદીએ મંજુરી વગર રોડ શો યોજ્યો હોવાના આક્ષેપ કરતુ કોંગ્રેસ
યુપી વિધાનસભામાં ચૂંટણીના છેલ્લા ચરણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીના બનારસ હિન્દુ યુનિવર્સિટીથી રોડ શો શરૂ કર્યો હતો,અને ત્યાં નરેન્દ્ર મોદી લગભગ 3 કલાક ચાલેલા રોડ શોમાં મોદી ખુલ્લી ગાડીમાં સવાર થઈ અસ્સી ઘાટ , મદનપુરા થઈને કાશી વિશ્વનાથ મંદિરે મોદીએ આરતી પૂજા કરી હતી,અને મોદી જૌનપુર સભા સંબોધન કરવા રવાના થયા હતા,રોડ શો દરમિયાન મોદી પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો.
જોકે આ અંગે કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ કહ્યુ હતુ કે વડાપ્રધાન મોદી મંજુરી વિના રોડ શો કરી રહ્યા છે.બીજી તરફ ચૂંટણી પંચે પણ મોદીના રોડ શો દરમિયાન ફૂલોનો કરવામાં આવેલા વરસાદ પર સખ્ત વલણ અપનાવતા કહ્યું કે આની પરવાનગી લીસી ન હતી તેથી કાર્યવાહી કરવામાં આવશે.
વારાણસીમાં PM મોદીના રાજકીય વિરોધીયો અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીના પણ રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યુ છે, આ સિવાય BSP સુપ્રીમો માયાવતીની પણ રેલી આ શહેરમાં નીકળશે.