વાલિયા ખાતે વેપારી મંડળની બેઠક મળી

New Update
વાલિયા ખાતે વેપારી મંડળની બેઠક મળી

વાલિયા ખાતે અનાજ કરિયાણાનાં વેપારી સંગઠનની એક બેઠક મળી હતી, જેમાં દર મહિનાનાં અંતિમ રવિવારે દુકાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વાલિયા નેત્રંગ રોડને અડીને આવેલ શ્રધ્ધા કોલ્ડ્રિંક્સ ખાતે વાલિયા વેપારી એસોશિએશનની એક બેઠક મળી હતી. જેમાં પ્રમુખ દિલીપ મોદી, ઉપપ્રમુખ જેનીશ મોદી,ખજાનચી અશ્વિન મોદી સહિત મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ મિટીંગમાં તારીખ 31મી ડિસેમ્બર 2017 રવિવારનાં રોજ અનાજ કરિયાણાની દુકાન બંધ રાખવા માટે તેમજ તારીખ 01 - 01 - 2018 થી દર મહિનાનાં છેલ્લા રવિવારે દુકાન બંધ રાખવા ઉપરાંત દર અમાસે અનાજ કરિયાણાની દુકાન ચાલુ રાખવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Latest Stories