વોટ્સએપ પર વાંધાજનક પોસ્ટ અંગે ગૃપ એડમીન સામે થશે કાર્યવાહી

New Update
વોટ્સએપ પર વાંધાજનક પોસ્ટ અંગે ગૃપ એડમીન સામે થશે કાર્યવાહી

સોશિયલ મિડીયાના યુગમાં સૌથી ઝડપી કોઈ એપ લોકોના સ્માર્ટ મોબાઈલમાં પહોંચી હોય તો એ છે વોટ્સએપ. પરંતુ એપના ફેલાવાની સાથે અફવાઓ તેમજ વાંધાજનક પોસ્ટ પણ વધુ પ્રસરી રહી છે, જેની સામે લગામ કસવા માટે હવે ગૃપ એડમીન પર પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી થઇ શકે છે.

તાજેતરમાં ઉત્તર પ્રદેશના વારાણસીની કોર્ટના ડીસ્ટ્રીક મેજીસ્ટ્રેટ અને પોલીસ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા સંયુક્ત રીતે બહાર પાડવામાં આવેલા આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી, જેમાં વોટ્સએપ ગૃપમાં અનેક વાંધાજનક, અફવાઓ ફેલાવનારી , ખોટા સમાચાર રજુ કરતી, કોમવાદ ફેલાવતી પોસ્ટ, વિડીયો, ફોટોગ્રાફ્સ , ખુબજ મોટી માત્રામાં ફરતા થયા છે. એ સંજોગોમાં કડક કાર્યવાહી કરવાનું હવે અનિવાર્ય બની ગયુ છે. અને આ અંગે જોગવાઈ પણ કરવામાં આવી છે.

વોટ્સએપ પર વાંધાજનક પોસ્ટ અટકાવવા માટેના સુચનો :-

- ગૃપની પુરી જવાબદારી લેવા તૈયાર હોય એ વ્યક્તિ જ એડમીન બને.

- ગૃપના દરેક સભ્યોની ગૃપ એડમીનને ઓળખ હોવી જોઈએ.

- ગૃપમાં જે વ્યક્તિ અફવા ફેલાવનારી પોસ્ટ મુકે તો એડમીને તુરંત તેનું ખંડન કરવું જોઈએ અને એવા સભ્યોને ગૃપ માંથી હટાવવો જોઈએ.

- કોઈ વ્યક્તિ સામાજિક અશાંતિ ફેલાવે તેવી પોસ્ટ મુકે તો નજીકના પોલીસ સ્ટેશને એડમીને જાણ કરવી જોઈએ,જો ગૃપ એડમીન કોઈ કાર્યવાહી નહિ કરે તો તેમના વિરુદ્ધ કાયદેસરના પગલા લેવાશે.

- એડમીન દોષી જણાશે એટલે તેના વિરુદ્ધ IT એક્ટ,સાઇબર ક્રાઇમ એક્ટ વિરૂદ્ધ કાર્યવાહી થશે.