શામળિયા ભગવાનને અમદાવાદના ભક્તે અર્પણ કર્યો સોનાના મોતીવાળો મુગટ

New Update
શામળિયા ભગવાનને અમદાવાદના ભક્તે અર્પણ કર્યો સોનાના મોતીવાળો મુગટ

અરવલ્લી જિલ્લાનું એકમાત્ર પવિત્ર યાત્રાધામ શામળાજી મંદિરમાં બિરાજમાન કાળિયા ઠાકોર પર ભક્તોને અપાર શ્રદ્ધા અને વિશ્વાસ છે. ગદાધાર શ્રીકૃષ્ણ મંદિર તરીકે વિશ્વ વિખ્યાત શામળાજી મંદિરમાં ભક્તો અવાર-નવાર કંઇક ને કંઇક ફૂલ નહીં તો ફૂલની પાંખડી અર્પણ કરે છે. ત્યારે અમદાવાદના ભક્ત કાબાભાઈ રબારીએ શામળિયા ભગવાનને સોનાનો મુગટ અર્પણ કર્યો છે. કાબાભાઈ રબારી અમદાવાદના ગોતા વિસ્તારમાં રહે છે, અને તેઓને ભગવાન શામળિયા પર અતૂટ શ્રદ્ધ અને પ્રેમ છે. તેઓ વર્ષોથી પૂનમ ભરવા માટે શામળાજી આવે છે.

ભગવાન પર શ્રદ્ધા હોવાથી મનોકામના પૂરી થવાથી ભગવાનને ત્રણ લાખ રૂપિયાની આસપાસનો સોના-ચાંદના મોતી ઝડીત મુગટ અર્પણ કરવામાં આવ્યો છે. વર્ષોથી શામળાજી મંદિરમાં બિરાજમાન કાળિયા ઠાકોર પર શ્રદ્ધા હોવાથી મોટી સંખ્યામાં ભક્તો શામળાજી દર્શનાર્થે આવે છે.

શામળાજી મંદિર નેશનલ હાઈવે નંબર 8 પર અને મેશ્વો નદીના કિનારે અને તેમાં કુદરતી સૌંદર્યતા વચ્ચે આવેલું યાત્રાધામ છે. જેથી દિલ્હી અને રાજસ્થાન તેમજ ગુજરાતના પ્રવાસીઓ દિલ્હી તરફ જતાં હોય તો પણ શામળાજી મંદિરના દર્શન કરીને અચૂક જતાં હોય છે. ત્યારે શામળાજી મંદિરમાં ભક્તોનો ભારે ધસારો પણ જોવા મળે છે. જેથી ભક્તોને શામળિયા ભગવાનમાં શ્રદ્ધા છે.