New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/02/shahid-story_647_063015072032.jpg)
શાહિદ કપૂર આગામી ફિલ્મમાં યંગ બોયના પાત્રમાં રૃપેરી પડદે જોવા મળશે. આ એક રોમેન્ટિક પાત્ર હોવાનો દાવો છે. શાહિદ સાથે આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર મુખ્ય પાત્ર ભજવશે. શાહિદ આગામી ફિલ્મમાં ઉત્તરાખંડના એ યુવાનના પાત્રમાં જોવા મળશે. આ રોમેન્ટિક પાત્ર હશે.
ઉત્તરાખંડમાં ઠંડીનું જોર હોવાથી અભિનેતા વિવિધ રંગના સ્વેટર અને જેકેટ પહેરેલો જોવા મળશે. કોસ્ટયુમ ડિઝાઇનર શાહિદના લુકને ઓપ આપશે. શાહિદ સાથે આ ફિલ્મમાં યામી ગોતમ પણ હશે. જે વકીલની ભૂમિકામાં જોવા મળશે.
શાહિદ પદ્માવતનાં દાઢીનાં પીઢ અવતાર માંથી બહાર આવી એક રોમેન્ટિક બોય તરીકે જોવા મળશે. શાહિદ અને કરીનાની જબ વી મેટ રોમેન્ટિક પ્રેમકહાણી જેવી જ આ ફિલ્મ હશે કે નહીં તે તો સમય જ જણાવશે.