શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક 2019 : શ્રેષ્ઠ આચાર્ય તરીકે ભરૂચના હરેન્દ્રસિંહ નટવરસિંહ સિંધાની પસંદગી

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મ દિવસ તા.૦૫ મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક - ૨૦૧૯ માં શ્રેષ્ઠ આચાર્ય તરીકે ભરૂચની બી.એચ.મોદી વિદ્યા મંદિરના આચાર્ય તરીકે ફરજ બજાવતા હરેન્દ્રસિંહ નટવરસિંહ સિંધાની પસંદગી થયેલ છે. તા.૦૫ મી સપ્ટેમ્બરના રોજ ટાઉનહોલ સેક્ટર - ૧૭ ગાંધીનગર ખાતે ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદહ્સ્તે હરેન્દ્રસિંહ સિંધાને આચાર્ય એવોર્ડથી તથા શાલ તથા રોકડ પુરસ્કારથી સન્માનિત કરાશે.
હરેન્દ્રસિંહ નટવરસિંહ સિંધા ભરૂચ શહેરમાં જન્મી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નર્મદા જિલ્લાના રાજપીપળા મુકામે પુરૂ કરી દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં એમ.એ.બી.એડનું શિક્ષણ પ્રાપ્ત કરી ૧૯૯૬ થી ગંગુબેન હડકર ગલ્સ સ્કુલમાં હંગામી શિક્ષક તરીકે જોડાઈ પોતાની શૈક્ષણિક કારકીર્દીની શરૂઆત કરી હતી. ડૉ. ગંગુબેન હડકર ગલ્સ હાઈસ્કુલમાં શિક્ષક તરીકે જોડાઈ હાલ બી.એચ.મોદી વિદ્યામંદિર વેજલપુર ભરૂચ ખાતે આચાર્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે.
હકારાત્મક અભિગમ આજીવન વિદ્યાર્થી રહેવાની ભાવના, સતત વિચારશીલ, કર્મનિષ્ઠ, પ્રમાણિક હોવાને કારણે સંસ્થાને જિલ્લા અને રાજ્યમાં નામના અપાવી રહ્યા છે. તેમના પ્રયત્નથી શાળાની શૈક્ષણિક સાંસ્કૃત્તિક અને ઈતર પ્રવૃત્તિઓમાં વેગ જોવા મળ્યો છે. તેઓની આગવી કાર્ય પ્રણાલીથી શાળાની પ્રગતિમાં અને બાળકોના વિકાસમાં સતત પરિવર્તન જોવા મળ્યું છે. જૈન સમાજ દ્વારા વિક્રમ એવોર્ડ તથા ઇન્ટરનેશનલ લાયન્સ કલબ તરફથી શ્રેષ્ઠ શિક્ષકનું બિરુદ પ્રાપ્ત થયું. રોટરી કલબ, લાયન્સ કલબ, જાયન્ટસ ગૃપ, જેસીઆઇ કે પછી ગીર ફાઉન્ડેશન- ગાંધીનગર, શિક્ષક સંધ, રાષ્ટી્ય સ્વયંસેવક સંધ આ તમામ સંસ્થાઓ ધ્વારા તેઓનું સન્માન થયું. સાથે સાથે શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે પણ અનેક સંસ્થાઓમાં પોતાનું નેતૃત્વ કરી રહ્યા છે.