સંતરામપુર શહેરમાં નગરપાલિકા દ્વારા દર બીજા દિવસે એકવાર પીવાનું પાણી આપવામાં આવતું હોય છે. જેનાંથી નગરના લોકોમાં ભારે રોષ જોવા મળી રહયો છે. ત્યારે હાલમાં ચોમાસાની મોસમ ચાલતી હોય અને ચારે બાજુ બીમારીનો વાવડ ફેલાયેલો છે તેવામાં નગરપાલિકાના વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.

સંતરામપુર નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગની ટીમ દ્વારા કોઈપણ જાતની દેખરેખ રાખ્યાં વગર કડાણા ડેમમાંથી સપ્લાય કરવામાં આવતું પાણી ચોખ્ખું આવે છે કે નહીં તેની કોઈ પણ જાતની તપાસ કર્યા વગર સંતરામપુર નગરપાલિકા દ્વારા ડોહળું કચરાવાળું ગંદુ પાણી આપવામાં આવતા નગરજનોમાં તીવ્ર રોષ ફેલાયો છે અને ચોતરફ નગરપાલિકાના બિનજવાબદારી ભર્યા વહીવટની સામે નગરજનોમાં ભારે ફીટકાર ની લાગણી પ્રસરી જવા પામી છે.

નગરજનોમાં ચાલતી લોકચર્ચા મુજબ સતત બેવાર આપવામાં આવેલું ડોહળું ગંદુ કચરાવાળું પાણી જે ન્હાવા કે વાસણ અને કપડાં ધોવામાં પણ કામમાં ન આવે તેવું પાણી પ્રજા પીવામાં ઉપયોગ કરે તો પ્રજાની હાલત શું થશે તેનો વિચાર સુધ્ધા કર્યા વગર જ નગર પાલિકાના વહીવટી તંત્ર દ્વારા પાણી આપવામાં આવે છે.તેનાથી નગરમાં ઝાડા ઊલટીનો વાવડ ફેલાય અને સમગ્ર નગરમાં રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ? તેમજ શહેરમાં પીવાનું પાણી ચોખ્ખું આપવામાં આવે તેવી સંતરામપુર નગરના લોકોમાં ઉગ્ર માંગ ઉઠી છે.

Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here