પાંચ હજાર જેટલી ફ્લાઈટ્સને થશે અસર

સમારકામને કારણે તા.૭મી ફેબ્રુઆરીથી ૩૦મી માર્ચ સુધી આમ કુલ બાવન દિવસ મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો રનવે બંધ રહેશે. જેના કારણે આશરે ૫૦૦૦ ફ્લાઈટો પર અસર વર્તાશે. તો મોટા ભાગની ફ્લાઈટ્સને રદ પણ કરવામાં આવશે.

મુંબઈ એરપોર્ટ પરથી પ્રતિ કલાક ૩૬ અને પ્રતિ દિન આશરે ૯૫૦ ફ્લાઈટ ઉડાન ભરે છે. સમારકામનાં કારણે એરપોર્ટ પર દરરોજ આવનારી આશરે ૨૩૦ ફ્લાઈટ રદ કરવામાં આવશે. આ ઉપરાંત મુંબઈ- ગોવા અને મુંબઈ-બેંગલુરૂ રૂટ પર દરરોજ ૧૫ ફ્લાઈટ રદ કરાશે. મુંબઈ એરપોર્ટ પર મંગળવાર, ગુરુવાર અને શનિવારે સવારે ૧૧ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી સમારકામ કરવામાં આવશે. આ દરમિયાન મુખ્ય રનવે પર ફ્લાઈટની અવર જવર રહેશે. મુખ્ય રનવે પર પ્રતિ કલાક ૫૦ ફ્લાઈટની ક્ષમતા છે.

આ જાહેરાત પછી મુંબઈ જનારી તમામ ફ્લાઈટોનાં ભાડામાં વધારો કરવામાં આવશે. દિલ્હીથી મુંબઈ માટે આવતા મહિને ભાડામાં ૩૦% નો વધારો કરવામાં આવશે. આ રૂટ પર રોજ ૩૦ ફ્લાઈટોને રદ કરવામાં આવશેનું જાણવા મળી રહ્યું છે.

LEAVE A REPLY