સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી છેલ્લા 24કલાક માં 9 સેમી ઘટી

New Update
સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી છેલ્લા 24કલાક માં 9 સેમી ઘટી

હાલ ની ડેમ ની સપાટી121.88 મીટર

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી માં આજે સવારથી ઘટાડો નોંધાઈ રહ્યો છે હાલ નર્મદા ડેમના ઉપરવાસ માંથી પાણી ની આવક માં ઘટાડો થતા સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં ઘટાડો નોંધાઈ રહ્યો છે .ગઈ કાલે નર્મદા ડેમ ની સપાટી 121.96 મીટર હતી જે આજે સવારે 121,88મીટર નોંધાઈ છે.

હાલ ઉપરવાસ માંથી માત્ર 2869 ક્યુસેક પાણી ની આવક થતા 24 કલાકમાં ડેમની સપાટીમાં 9 સેમીનો ઘટાડો નોંધાયો છે. હાલ ગુજરાતમાં સિંચાઇ માટે 15109 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 1690 એમસીએમ પાણીનો લાઇવ સ્ટોરેજ જથ્થો છે. ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થવાના કારણે એક વર્ષ બાદ પહેલી વાર વીજ ઉત્પાદ શરૂ કરવામાં આવ્યું છે . ડેમમાં પાણીની આવક વધતા CHPHના ત્રણ ટર્બાઇન શરૂ કરાયા છે.પરંતુ આજથી ફરી ડેમ સપાટી માં ઘટાડો થતા આવનારા દિવસો માં જો આમનેઆમ ઘટાડો રહશે તો ફરી CHPH ના પાવર હાઉસ બંધ કરવાનો વારો આવશે.