New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/04-3.jpg)
સાણંદ - વિરમગામ હાઈવે પર આવેલા ઉમા એસ્ટેટમાં ભીષણ લાગી આગ હતી.જોકે સાણંદ ટોલનાકા નજીક ઉમા એસ્ટેટમાં જયઅંબે નામની ખાનગી કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ત્યારે આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ફાયર વિભાગને ઘટનાની જાણ થતા સાણંદ નગરપાલિકા અને ટાટા નેનો કંપની તેમજ અન્ય 18 થી વધુ ફાયર ફાઈટરની ટિમો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને મોટી જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર કેમિકલ્સ ની કંપની હોવાનું જાણવા મળ્યું હતું અને કેમિકલના બેરર ઉતારતી વખતે આગની ઘટના સર્જાઈ હોવાનો બહાર આવ્યું છે. જો કે સાણંદ વિસ્તારની વાત કરીએ તો એક જ દિવસમાં આગ લાગવાની બે ઘટના સામે આવી હતી.