સાધુના વેશમાં શૈતાન: ગળતેશ્વરના અંબાવના સ્વામી નકલી નોટો સાથે ઝડપાયાં

0
3091

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામની સુખીની મુવાડીના સ્વામીનારાયણ મંદિર આશ્રમમાં રેડ કરીને રાધા રમણ સ્વામીને 2000ના દરની નકલી ચલણી નોટો તથા નોટો છાપવાની મશીનરી સાથે સુરત ક્રાઇમ બ્રાંચે સકંજામાં લીધાં છે. 

સુરત ક્રાઇમ બ્રાંચે અંબાવ ગામની સુખીની મુવાડીના સ્વામિનારાયણ મંદિરના આશ્રમમાં દરોડો પાડી નકલી ચલણી નોટ છાપવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રાધારમણ સ્વામીની નકલી નોટો અને મશીનરી સાથે ઝડપી પાડયાં છે.  રાધા રમણસ્વામી મૂળ મહારાષ્ટ્રના જલગાવના વતની  છે અને વર્ષો પહેલા વડતાલ તાબાના સંત બન્યા હતાં.  જે બાદ વડોદરા ખાતે કલાલીના સ્વામીનારાયણ મંદિરમાં પાંચ વર્ષ સુધી સેવાઓ આપી  હતી. આજથી બાર વર્ષ પહેલા ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામની સુખીની મુવાડી ખાતે ગળતેશ્વર મહાદેવ રોડ ઉપર આવેલ જમીન ઉપર સ્વમીનારણ મંદિર અને  આશ્રમ બનાવ્યો હતો. જ્યાં તેઓ જલગાવના પ્રેમાનંદ સ્વામી સાથે રહેતા હતાં. જોકે રાધા રમણ સ્વામી એક રૂમમાં અલગ નિવાસ કરતા હતાં. જેમાં તેઓ આ ડુપ્લીકેટ નોટો બનાવતા હતા અને આ નોટો ક્યાં અને કોને આપતા હતા કોની માટે બનાવતા હતા તે સુરત પોલીસ ની તપાસમાં બહાર આવશે. LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here