/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-378.jpg)
ચોમાસુ આવ્યું ને રોગચાલુ લાવ્યું પણ આ તે કેવો રોગ કે ગામના પશુઓ હડકાયા થયા છેને આખા ગામને બાનમાં લીધું છે ને જાણે આખા ગામમાં સવારથીજ કરફ્યુ હોય તેમ આખું ગામ સુનસાન થઇ ગયું છે ને ગામમાં રેઢીયાર પશુઓથી ગામ ત્રાહિમામ પોકારી ગયું છે કયું છે આ ગામ અને કયા ગામમાં દિવસે પણ જોવા મળે છે કરફ્યુ જુઓ આ સ્પેશિયલ રિપોર્ટ.
આ છે અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું સેંજળ ગામ.2250 ની વસ્તી ધરાવતા ગામના રસ્તાઓ હાલ છે સુનસાન. સેંજળ ગામમાં છેલા ત્રણ દિવસમાં 10 પશુઓ હડકવાને કારણે મોતને ભેટયા છે ત્યારે હજુ પણ ગામમાં બે વાછરડાઓને હડકવાની અસર હોવાથી ગામમાં નીકળવું સ્થાનિકોને મુશ્કેલ બન્યું છે તો સ્કૂલે જતા વિદ્યાર્થીઓને વાલીઓ હાથમાં ધોકા લાકડી લઈને મહા મુસીબતે સ્કૂલ સુધી મુકવા જાય છે ને વિદ્યાર્થી પણ ડરી ડરીને હડકાયા પશુઓના ત્રાસે ભણવા જાય છે.
સ્કૂલે વાલીઓ વિદ્યાર્થીઓને મુકવા આવે છે સ્વાન, ગાયો અને ખુન્ટના હડકવાના ત્રાસને કારણે આખું ગામ થર થર બીએ છે ત્યારે આખલાનો ભોગ બનેલા મહિલા હજુ પણ ગામમાં નીકળતા ડર અનુભવતા જણાવે છે.
ગામમાં 20 ઉપરાંતના હાલમાં પણ રેઢીયાર ખૂંટ આંટા મારે છે ને ગામમાં નિકલાઈ નહીં તેવી સ્થિતિ નિર્માણ પામી છે ત્રણ દિવસમાં 1 ભેંસ, 4 ગાયો, 6 વાછરડા હડકવાનો કારણે મોતને ભેટી ગયા છે તે મોતને ભેટેલા પશુઓને ગામના પાદરમાં દાટી દીધા છે ને માલધારીઓ પણ માલઢોર ચારવવા નીકળી શકતા નથી ત્યારે સ્થાનિકો પણ હડકાયા પશુઓના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
હડકાયુ સ્વાન આવ્યા બાદ આ હડકવાનો રોગચાળો પશુઓમાં જોવા મળી રહ્યો છે ગામમાં કરફ્યુ જેવો માહોલ કરી દીધો છે ત્યારે હડકાયા પશુઓના સેંજળ વિસ્તાર નજીક જ 10 જેટલા સિંહોનો વસવાટ છે જો આવા હડકાયા પશુઓનો સિંહ શિકાર કરે તો હડકવાનો રોગ સિંહમાં આવે તેવી પણ શક્યતાઓ જોવાઇ રહી છે ત્યારે ભાજપના નેતા અને એપીએમસીના ચેરમેન દિપક માલાણી પણ સેંજળ પહોંચીને આખા ગામની સમીક્ષા કરીને ગાંધીનગર સુધી રજૂઆતો કરી છે ને હડકાયા પશુઓનો શિકાર સિંહો કરશે તો સિંહોના અસ્તિત્વ સાથે સેંજલ ગામની પરિસ્થિતિ વિકટ બનવાની દહેશત વ્યક્ત કરવામાં આવી હતી.