New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/Untitled-1-copy.JPG-7-1.jpg)
સુરત ઉધના રેલવે સ્ટેશન ખાતે આજે મેમુ ગાડીનાં કોચમાં અચાનક આગ લાગી હતી. જેના પગલે પેસેન્જરોમાં ભારે દોડધામ મચી હતી. યાર્ડમાં ઉભેલી મેમુનાં કોચમાં આગ લાગતાં ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાયટરોએ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. જોકે હાલમાં આગની ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાચ સાંપડ્યા નથી. તેમજ આગ કયા કારણોસર લાગી તે પણ હજી સત્તાવાર રીતે જાણી શકાયું નથી. હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી ચાલી રહી છે.