/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-454.jpg)
ભારતીય જનતા પાર્ટી દ્વારા કટોકટીના દિવસો, શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન અંગે કાર્યકર્તાઓને માહિતગાર કરવા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું . સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ હાજરી આપી હતી. જ્યાં વિજય રૂપાણીએ તક્ષશીલાની ઘટના અને ભટારમાં બનેલી ઘટના અંગે નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે આજે જે ઘટના બની તેમાં તમામ વિધાર્થીઓ સહીસલામત બહાર નીકળી ગયા છે. આગ નાની મોટી લાગે પરંતુ જાનહાની ના થાય.આજે આ બાળકો એટલા માટે બહાર નિકળી શક્યા કારણ કે શાળામાં એકજીટ હતો.નહિંતર ફરી આવી ઘટના બની શકી હોત.
તક્ષશિલા માં પણ બહારઆવ્યું છે કે તેમાં મૂળભૂત એકજીટ હતું. જે બિલ્ડર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું હતું.જેના કારણે ઘટના બની. જો એકજીટ ખુલ્લો હોત તો તે સમયે વિધાર્થીઓ સહીસલામત બહાર નીકળી ગયા હોત અને એક પણ વ્યક્તિનું મૃત્યુ થયુંના હોત.ભવિષ્યમાં આવી ઘટના ના બને તે માટે સરકારે ડીજીવીસીએલ ,પાલિકા અને ફાયર વિભાગના અધિકારીઓ સામે કડક પગલાં અને કાર્યવાહી કરી આવી ગંભીર બાબતે બિલકુલ પણ સાંખી નહીં લેવા માંગતી.હજી પણ જે ધ્યાનમાં આવશે તેની સામે પગલાં લઈશું.
તક્ષશિલા અગ્નિકાંડ મામલે વાલીઓ ના વિરોધ મામલે પ્રતિક્રિયા ક્રિયા આપી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે વાલીઓને શાંતિપૂર્વક સાંભળવામાં આવે.તપાસના અંતે જે કોઈ પણ કસૂરવાર હશે તેની સામે પગલાં ભરવામાં આવશે.પરંતુ ચોક્કસ કોઈ વ્યક્તિની જ ધરપકડ કરવામાં આવે તે શક્ય નથી.આ ઘટનામાં જે કોઈની પણ જવાબદારી બનશે તેને છોડવામાં નહીં આવે.