સુરતમાં આઇટીના સર્વેમાં 39.50 કરોડનું કાળુ નાણું ઝડપાયું

સુરતમાં આઇટી દ્વારા ગુરૂવારે ડાયમંડ કંપની સુરભિ અને ગઢિયા પર હાથ ધરાયેલા સર્વેમાં 39.50 કરોડનું કાળુ નાણું ઝડપી પાડવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ રેન્જ 9 દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં ટેક્સ ચોરી કરતા હીરાના વેપારીઓની મોડસ ઓપરેન્ડી છતી થઇ ગઇ હતી.
તપાસમાં બહાર આવ્યું હતું કે ટેક્સ ભરવામાંથી બચવા તેમજ બે નંબરની આવક છતી ન થાય તે માટે એક નંબર સાથે બે નંબરના પેરેલલ હિસાબી ચોપડા તૈયાર કરાતા હતા. કેટલાક કેસમાં તો હીરાનો સ્ટોક, ખરીદી, પ્રોસેસિંગ, વેચાણ ચોપડે બતાવવામાં જ નહોતા આવતા.
આ સિવાય તપાસ દરમિયાન સુરભી ડાયમંડ દ્વારા શેર બજારની બોગસ કંપનીમાં રોકાણ કરવામાં આવ્યુ હોવાનું પણ ખુલ્યું હતુ.
કેપિટલ ગેઇન અને સ્ટોક ડિફરન્સ બાબતની તપાસની માહિતી અધિકારીઓને મળી હતી. ત્યારે સુરભી ડાયમંડે આખરે 33 કરોડનું કાળુ નાણું કબૂલ્યુ હતું. જ્યારે ગઢીયા ડાયમંડે 6.50 કરોડના કાળા નાણાંની કબૂલાત કરી હતી.