/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/hqdefault-17.jpg)
સુરતના ભાગાતળાવ વિસ્તારમાં જાહેરમાં ચપ્પુ ઉછળવાની ઘટના બની હતી. જેમાં બે યુવકોને ઇજા પહોંચતા સારવારઅર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.
સુરત શહેરના ભાગાતળાવ સિંધીવાડમાં રહેતા બે મિત્રો રવિવારે બાઇક પર ફરવા નીકળ્યા હતા. ત્યારે તેમની બાઇક અજાણ્યા શખ્સ સાથે ટકરાઇ જતા ઉગ્ર બોલાચાલી થઇ હતી. જોકે, રાહદારીઓએ વચ્ચે પડીને સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો.
પરંતુ બોલાચાલીની અદાવત રાખીને રાત્રીના સમયે બંને મિત્રો સલમાન અને નૂર પર અજાણ્યા બાઇકચાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
પોલીસે ઘટના અંગે મીડિયા ને જણાવ્યુ હતુ કે હુમલાખરો બાઇક પર આવ્યા હતા. ત્યારબાદ રમેશની પાંઉભાજીની ગલીમાં સલમાન અને નૂરસેલા સાથે બાઈક પર આવેલા ઈસમોએ કંઈક વાતચીત કરી હતી. બાદમાં અજાણ્યા શખ્સોએ સલમાન અને નૂર પર હુમલો કર્યો હતો. જે સીસીટીવીમાં દેખાય છે. બંને શખ્સોના હાથમાં ચપ્પુ જેવા હથિયાર પણ હોવાનું સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે. જોકે આ હુમલા બાદ હુમલાખોરો ભાગી ગયા હતા અને સ્થાનિક લોકો દ્વારા ઇજાગ્રસ્ત બંને મિત્રોને સારવારઅર્થે સુરત જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.