Connect Gujarat
ગુજરાત

સુરત અગ્નિકાંડ મામલે પાલિકાએ કાર્યવાહી શરૂ કરી જવાબદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા : મનપા કમિશ્નર

સુરત અગ્નિકાંડ મામલે પાલિકાએ કાર્યવાહી શરૂ કરી જવાબદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા : મનપા કમિશ્નર
X

સ્કૂલ ટ્યુશન ક્લાસમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે.

અત્યાર સુધીમાં ૬.૫ લાખ સ્કેવર ફૂટ એરિયામાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા

૫૫ ટીમ દ્વારા આવા ગેરકાયદેસર બાંધકામોનો સર્વે કરવામાં આવી રહ્યો છે.

સુરત સરથાણા અગ્નિકાંડ મામલે મનપા કમિશ્નર એમ.થેનારાશને દુઃખદ ઘટના બાદ પાલિકાએ કાર્યવાહી શરૂ કરી હોવાનું તેમજ તેમાં જવાબદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યાનું જણાવ્યું હતું.

સરથાણા અગ્નિકાંડ ઘટનાને લઈ જણાવ્યું કે આવી ઘટના ફરી ન બને તે માટે કમિટી બનાવીને મહિનામાં સુઝાવ મંગાવવામાં આવશે. સ્કૂલ ટ્યુશન ક્લાસમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. ૩૭ ટિમ કામ કરી રહી છે. અત્યાર સુધીમાં ૬.૫ લાખ સ્કેવર ફૂટ એરિયામાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા છે. એક્સપર્ટની ટીમ બનાવવામાં આવી છે. આ ૫૫ ટીમ દ્વારા આવા ગેરકાયદેસર બાંધકામોનો સર્વે કરવામાં આવી રહ્યો છે.

સુરત શહેરના ૯૦૦થી વધુ ટ્યુશન કલાસમાં ફાયર સુવિધા નહીં હોવાથી કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. જેમાં ૪૦ હોસ્પિટલ અને ૧૪૦ જેટલી મિલ્કતોમાં તપાસ કરી સિલિંગ અને પાણી જોડાણ કાપવાની કામગીરી કરવામાં આવશે. ફાયરના સાધનોને સમયાંતરે અપડેટ કરવામાં આવશે અને મોકડ્રીલ પણ કરવામાં આવશે. બિલ્ડિંગમાં ગેરકાયદેસર બાંધકામના મુદ્દા ધ્યાને આવ્યા છે એટલે ફરી ચેક કરવામાં આવશે. ગેરકાયદેસર બાંધકામને નોટિસ આપવામાં આવે છે અને તોડવામાં આવે છે .પરંતુ વારંવાર આવું બાંધકામ કરવામાં આવશે એમની સામે ફોજદારી પણ કરવામાં આવશે.

Next Story