Connect Gujarat
ગુજરાત

 સુરત : ઉમરા પોલીસે ઠગાઈના આરોપીઓની કરી ધરપકડ

 સુરત : ઉમરા પોલીસે ઠગાઈના આરોપીઓની કરી ધરપકડ
X

સુરત નાનપુરા બહુમાળી ડીએલઆરમાં સર્વેયર તરીકે નોકરી કરતા વિઠ્ઠલ ડોબરીયા અને તેના પુત્ર વિપુલ ડોબરીયા સહિત ચાર જણા સામે ઉમરા પોલીસે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. જેમાં પોલીસે વિઠ્ઠલ ડોબરીયાને ઓફિસમાંથી ઊંચકી લાવી પૂછપરછ કરી બુધવારે મોડી સાંજે જવા દીધો હતો. જ્યારે સર્વેયરના પુત્ર વિપુલ ડોબરિયા, મહેશ છગન મુંગલપરા અને મહેશ ઘનજી સુતરીયાની ધરપકડ કરી છે.

સુરત મોટા વરાછા રિવરવ્યુ હાઇટસ પેદર રોડ પર રહેતા બિલ્ડર નિલેશભાઈ નારણભાઈ વણપરીયાએ કઠોરગામમાં ખેડૂતો પાસેથી જમીન વેચાણથી લઈને તેમાં મેપલ વિલા પ્રોજેકટ મુકયો હતો. આ પ્રોજેક્ટમાં મકાનો લેવા વિઠ્ઠલ ડોબરીયા ત્રણ ભાગીદારો સાથે આવ્યો હતો. બિલ્ડર પાસેથી 14 મકાનો લેવાનો સોદો નક્કી કરી 8 મકાનોના 3.31 કરોડની રકમ એલઆઇસીમાં લોન લઈને ચુકવી હતી. જયારે 6 મકોનાના 2.55 કરોડની રકમ ચુકવી ન હતી.

ભાગીદારોએ સિલુડી ગામની જમીન 3.78 કરોડમાં વેચાણ આપવાનું નક્કી કરી તેના બદલામાં બિલ્ડર પાસેથી 6 મકાનો 2.55 કરોડ તેમજ 5 પ્લોટો 2.88 કરોડમાં સોદો નક્કી કર્યો હતો. બિલ્ડરે મકાનો અને પ્લોટો વેચાણ આપી 1.65 કરોડની ડિફરન્સની રકમ ઉપરાંત અન્ય એક પ્લોટ 34.17 લાખ તેમજ ટેક્સની રકમ 15.50 લાખ મળીને 2.15 કરોડની રકમ ભાગીદારો પાસેથી લેવાની નીકળતી હતી. સવા બે કરોડની રકમ લેવાની નીકળતી હોવા છતાં બિલ્ડરને સિલુડી ગામની જમીનનો દસ્તાવેજ કરી આપ્યો ન હતો અને બિલ્ડર પાસેથી પ્લોટોના દસ્તાવેજ કરાવી લીધા હતા.

બિલ્ડરે પોલીસ ફરિયાદ કરવાની વાત કરતા ભાગીદારો ઓરિજનલ દસ્તાવેજો આપી ગયા હતા. તેમ છતાં ભાગીદારોએ ઉમરા પોલીસમાં પ્લોટના ઓરિજનલ દસ્તાવેજ અઠવાગેટ પાસેથી ગુમ થયાની ખોટી અરજી કરી હતી. અરજીમાં દસ્તાવેજ ગુમ થયાની તારીખનો ઉલ્લેખ કર્યો તેજ તારીખે સબરજીસ્ટ્રરમાં દસ્તાવેજ થયા હતા. જેના પરથી ઉમરા પોલીસે ભાગીદારોનો ભાંડો ફુટી ગયો હતો.

ઉમરા પોલીસે બિલ્ડરની ફરિયાદ લઈને મહેશ છગન મુંગલપરા, મહેશ ઘનજી સુતરીયા , વિપુલ વિઠ્ઠલ ડોબરીયા અને તેના પિતા વિઠ્ઠલ ખીમજી ડોબરીયા ની સામે સવા કરોડની ઠગાઈનો ગુનો નોંધ્યો છે. અને આરોપીની ધરપકડક કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story