New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/xx.jpg)
સુરત જીલ્લાના કડોદરા ખાતે છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ વિસ્તારોમાંથી 5 જેટલી મોટર સાયકલ ચોરી થયાની ફરિયાદ કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ મથકમાં કરવામાં આવી હતી.જે ફરિયાદના આધારે કડોદરામાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે મોટર સાયકલોની ચોરી કરનાર ઈસમો કડોદરા ખાતે આવેલ છે. બાદમાં પોલીસે વોચ ગોઠવી 3ને ઝડપી પાડ્યા હતા.
ત્રણેય ઈસમો પાસેથી કુલ 5 મોબાઈલ અને 5 બાઈક મળી રૂપિયા 1.51 હજારનો મુદ્દામાલ જપ્ત કરી તેઓ વિરુધ્ધ કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.