સુરત : કતારગામ GIDC વિસ્તારમાં ક્રેન ચાલકે મોટરસાઇકલને કચડી, બાઇક સવારનું ઘટના સ્થળે જ કરૂણ મોત

New Update
સુરત : કતારગામ GIDC વિસ્તારમાં ક્રેન ચાલકે મોટરસાઇકલને કચડી, બાઇક સવારનું ઘટના સ્થળે જ કરૂણ મોત

સુરત કતારગામ જીઆઇડીસી વિસ્તારમાં ક્રેઇનચાલકે બાઈક પર સવાર વેપારીને અડફેટે લેતાં તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું

સુરતના પુણા વિસ્તારમાં આવેલ કિરણપાર્ક સોસાયટીમાં રહેતા 44 વર્ષીય લક્ષ્મણ નરસી ડાંખરા બાઈક પર ધંધાના કામ અર્થે કતારગામ જીઆઇડીસી ગયા હતા. કામ પતાવી પરત ફરતી વખતે ચાર રસ્તા પાસે પુરપાટ ઝડપે આવી રહેલી ક્રેઈન (જીજે 19 એએચ 312) ના ચાલકે તેમની બાઇકને ટક્કર મારી હતી જેને પગલે લક્ષ્મણ ભાઈને માથા અને પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને લીધે લક્ષ્મણભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ક્રેન ચાલક ક્રેન મૂકી ફરાર થઈ ગયો હતો. જ્યારે આ અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી તાપસ હાથ ધરી છે.