સુરત : પાંડેસરા દક્ષેશ્વર મંદિર રોડ પર ચાર દિવસથી હજારો લીટર પીવાનું પાણીનો થઈ રહ્યો છે વેડફાટ

New Update
સુરત : પાંડેસરા દક્ષેશ્વર મંદિર રોડ પર ચાર દિવસથી હજારો લીટર પીવાનું પાણીનો થઈ રહ્યો છે વેડફાટ

સુરત પાંડેસરા દક્ષેશ્વર મંદિર રોડ પર છેલ્લા ચાર દિવસથી સતત પીવાનું પાણી વેડફાઇ રહ્યું છે પાણીની લાઇન લીકેજ હોવાના કારણે ચાર દિવસથી પાણીનો બગાડ થઇ રહ્યો છે. જાહેર રોડ પર પાણી નો બગાડ થતો હોય છતાય હજી સુધી મહાનગર પાલિકાની નજર નથી પોહચી.

બીજી બાજુ મહાનગર પાલિકા સ્લોગન આપે છે જળ એ જીવન છે એને વેડફીએ નહીં હાલ ગુજરાત પાણીની અછત સામે જઝૂમી રહ્યું છે ત્યારે સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે જાહેર રોડ પર સતત ચાર દિવસથી સવાર-સાંજ પાણી વેડફાઇ રહ્યું છેએનો જવાબદાર કોણ...?